For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપવાળા નિવેદન પર હંગામા બાદ રાહુલ ગાંધીએ આપી સફાઇ, મે કઇ ખોટું નથી કીધું

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના નિવેદન માટે ફરી એકવાર સમાચારોમાં છે, ભારતીય જનતા પાર્ટીએ હવે તેમના 'ભારતમાં બળાત્કાર' ની ટિપ્પણી પર કોંગ્રેસને ઘેરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના નિવેદન માટે ફરી એકવાર સમાચારોમાં છે, ભારતીય જનતા પાર્ટીએ હવે તેમના 'ભારતમાં બળાત્કાર' ની ટિપ્પણી પર કોંગ્રેસને ઘેરી લીધી છે. આ મુદ્દે ભાજપે રાહુલ ગાંધીને તેમના નિવેદન બદલ દેશની માફી માંગવાનું કહ્યું હતું. આના જવાબમાં શુક્રવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ તેમના નિવેદન માટે માફી માંગશે નહીં.

Rahul Gandhi

સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારી પાસે મારા ફોનમાં ક્લિપ છે જેમાં નરેન્દ્ર મોદી જી દિલ્હીને 'બળાત્કારની રાજધાની' કહે છે. કોંગ્રેસના સાંસદે વધુમાં કહ્યું કે તેઓ વડા પ્રધાનના વીડિયોને ટ્વીટ કરશે જેથી તમામ લોકો તેને જોઈ શકે. આ ઉપરાંત તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ઉત્તર-પૂર્વની પરિસ્થિતિને ત્યાંના વિરોધ પ્રદર્શનથી ધ્યાન હટાવવા માટે ભાજપ દ્વારા મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ આપ્યું હતું આ નિવેદન

ઝારખંડમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદીએ મેક ઇન ઈન્ડિયા કહ્યું હતું, હવે જ્યાં તમે મેક ઈન ઈન્ડિયા ન જુઓ, હવે ભારતમાં બળાત્કાર છે. ન્યુઝ પેપર ખોલીને જુઓ ઝારખંડમાં મહિલા પર બળાત્કાર, ઉત્તર પ્રદેશમાં જોવો નરેન્દ્ર મોદીના ધારાસભ્યએ મહિલાનો કર્યો રેપ. તે પછી કારનો અકસ્માત થઈ ગયો છે, નરેન્દ્ર મોદી એક પણ શબ્દ બોલતા નથી. હવે દરેક વિસ્તારમાં રેપ ઇન ઇન્ડિયા. નરેન્દ્ર મોદી જી કહે છે, "બેટી બચાવો બેટી ભણાવો". પણ તમે કોનાથી બચાવવા તે જણાવ્યું ન હતું. ભાજપના ધારાસભ્યથી બચાવવાની છે.

English summary
rahul gandhi said On Rape in india statemenrt, I did nothing wrong
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X