રાહુલ ગાંધીનો આરોપ, 'આરએસએસના લોકોએ કરી ગાંધીજીની હત્યા'

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 માર્ચ: હાલમાં આખા દેશનું વાતાવરણ ચૂંટણીલક્ષી છે જેથી દરેક નેતાઓના નિવેદન પણ ચૂંટણમય બની ગયા છે. એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવા નેતાઓ માટે સામાન્ય વાત બની ગઇ છે. અન્યો પર આરોપ લગાવીને નેતા પોતાની ઇમેજ ચમકાવવામાં લાગી ગયા છે. જુની વાતો નીકળીને સામે આવી રહી છે. આ કડીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ પોતાની વિરોધી પાર્ટી ભાજપ અને તેના સહયોગી આરએસએસ પર પ્રહાર કર્યો. રાહુલે સંઘ પર હુમલો કરતા જણાવ્યું કે ભગવા સંગઠનના લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.

રાહુલે ભાજપ અને સંઘના નેતાઓ પર આરોપ લગાવતા જણાવ્યું કે ગાંધીની હત્યા કરનારાઓ જ હવે ચૂંટણીના સમયે ગાંધીને યાદ કરી રહ્યા છે. તેમણે ભાજપી નેતાઓના એ દાવાઓની પણ મજાક ઉડાવી કે ભાજપ દેશમાં કમ્પ્યુટર લઇને આવી છે.

રાહુલ ગાંધીએ આરએસએસ પર ગાંધીજીની હત્યાનો આરોપ લગાવતા જણાવ્યું કે આજે તેમના લોકો (ભાજપ) તેમની ચર્ચા કરે છે. જે લોકો ગઇકાલ સુધી સરદાર પટેલ અને ગાંધીજીનો વિરોધ કરતા હતા તેઓ ચૂંટણીમાં તેમના નામનો ફાયદો ઉઠાવવા માગે છે.

rahul gandhi
રાહુલે ભાજપને કમ્પ્યુટરના મામલા પર ઘેરતા જણાવ્યું કે તેમણે કહ્યું હતું કે ભારતમાં કમ્પ્યુટરની જરૂરીયાત નથી કારણ કે લોકોનો રોજગાર છીનવાશે, પરંતુ હવે તેઓ જ તેની વકાલત કરી રહ્યા છે. તેનો જશ ખાટવા માગે છે, પરંતુ ભારતમાં કમ્પ્યુટર લાવવાનો શ્રેય દિવંગત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને વૈજ્ઞાનિક સામ પિત્રોડાને જાય છે.

Did You Know: ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યા બાદ રાહુલે મેનેજમેન્ટ ગુરુ માઇકલ પોર્ટરની મેનેજમેન્ટ કાઉન્સેલિંગ કંપનીની સાથે 3 વર્ષ સુધી કામ કર્યું. આ દરમિયાન તેમની કંપની અને સહકર્મીઓ એ વાતથી બિલકૂલ અજાણ હતા કે તેઓ કોની સાથે કાર્ય કરી રહ્યા છે. કારણ કે રાહુલ ગાંધીએ અત્રે રૉલ વિંસીના નામે કાર્ય કર્યું હતું.

English summary
Congress Vice-President Rahul Gandhi took on RSS, blaming the outfit for assassination of Mahatma Gandhi. He also ridiculed senior BJP leaders for claiming credit for introducing computers in India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.