રાહુલ ગાંધીનુ કેન્દ્ર પર નિશાન, દેશની જનતા માટે તો ત્રાસ બની ગયુ છે લૉકડાઉન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ છે કે કોઈ યોજના વિના જે લૉકડાઉન એક વર્ષ પહેલા દેશમાં લાગુ કરવામાં આવ્યુ હતુ તેનો ત્રાસ આજે પણ ચાલુ છે અને આ ત્રાસથી દેશની જનતા સૌથી વધુ પીડિત થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે લૉકડાઉનમાં લાખો પરિવારોની જિંદગીઓ ખરાબ થઈ ગઈ. મારી સંવેદનાઓ એ પરિવારો સાથે છે જે માયોપિયા અને ભારત સરકારી અસક્ષમતાના કારણે આજે પણ પીડામાંથી પસાર થઈ રહ્યા છે.

rahul gandhi

ભારતમાં વધ્યો શિશુ અને માતૃ મૃત્યુ દર

રાહુલ ગાંધીએ યુનિસેફના એ રિપોર્ટ માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં લૉકડાઉનના કારણે શિશુ મૃત્યુ દર અને માતૃ મૃત્યુ દરમાં ભારે વધારો નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 'કોવિડ-19 મહામારીનો પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવ અને દક્ષિણ એશિયાની પ્રતિક્રિયા' નામના એક રિપોર્ટમાં યુનિસેફે આ દાવો કર્યો છે.

આ રિપોર્ટમાં દક્ષિણ એશિયાના 6 સૌથી ગીચ વસ્તીવાળા દેશનુ વર્ણન આપવામાં આવ્યુ છે. આ રિપોર્ટ દક્ષિણ એશિયાના યુનિસેફના ક્ષેત્રીય કાર્યાલય દ્વારા તેયાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં લૉકડાઉનનો ઘણો નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો હતો. લૉકડાઉનમાં પ્રવાસી મજૂરો માટે સૌથી મોટો પડકાર પોતાના ઘર સુધી પહોંચવાનો હતો. લોકો પોત-પોતાના ઘરે પગપાળા જવા માટે રસ્તા પર નીકળી પડ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X