રાહુલ ગાંધી: PM મોદીએ કર્યો છે ભષ્ટ્રાચાર, અમારી પાસે છે પુરાવા!

Posted By:
Subscribe to Oneindia News

દેશમાં નોટબંધીના નિયમ જાહેર થયા પછી શિયાળુ સત્રનો મોટા ભાગનો સમય વિપક્ષ અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલા હંગામા અને વિરોધની ભેટ ચઢી ચૂક્યો છે. ત્યારે બુધવારે બન્ને સદનોમાં આ અંગે વિરોધ થયા પછી જ્યાં સદનોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

Rahul gandhi

ત્યાં જ વિપક્ષી દળોએ આ મામલે આજે મીડિયા સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન કોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગત એક મહિનાથી વિપક્ષ લોકસભામાં આ મામલે ચર્ચા કરવા ઇચ્છે છે. પણ પીએમ અને સરકાર તેવું નથી ઇચ્છતી.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વડાપ્રધાન ડરેલા છે. કારણ કે જો હું બોલીશ તો તેમનો ગુબ્બારો ફૂટી જશે. રાહુલે કહ્યું કે તેમની પાસે પીએમ વિરુદ્ધ કેટલીક ખાનગી જાણકારી છે. જે અંગે તે લોકસભામાં તે બોલવા માંગે છે. પણ તેમને બોલવા દેવામાં નથી આવી રહ્યા.


વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે વડાપ્રધાને જે ભષ્ટ્રાચાર કર્યો છે તે અંગે પણ મારી પાસે કેટલીક જાણકારી છે. વધુમાં તેમણે કહ્યું કે વિપક્ષી સાંસદ જનતાના જ પ્રતિનિધિ છે. ત્યારે સરકારે તેમને બોલવાનો અધિકાર અને સમય આપવો જોઇએ. જે પછી દેશના લોકો નિર્ણય કરે કે કોણ સાચું બોલે છે કોણ ખોટું. વધુમાં રાહુલે દાવો કર્યો કે પહેલી વાર ઇતિહાસમાં કોઇ સરકાર ચર્ચા કરવા નથી દેતી. પહેલા આ કામ વિપક્ષ કરતું હતું.

English summary
Rahul Gandhi says we have some information about corruption charges against pm Narendra Modi.
Please Wait while comments are loading...