રાહુલ ગાંધી સમજી વિચારીને નિવેદનો આપે, ચૂંટણી આયોગની રાહુલ ગાંધીને ટકોર

ભારત જોડો યાત્રા લઈને લોકો વચ્ચે નીકળેલા રાહુલ ગાંધી આક્રમક જોવા મળી રહ્યા છે. તેમના આ આક્રમણ વચ્ચે હવે ચૂંટણી કમિશને તેમને સમજી વિચારીને બોલવાની ટકોર કરી છે.

ચૂંટણી પંચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં રાહુલ ગાંધીને નિવેદન આપતી વખતે વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

Rahul Gandhi

દિલ્હી હાઈકોર્ટના આદેશ અને વડા પ્રધાન વિરુદ્ધના તેમના નિવેદનો પર રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યોને ધ્યાનમાં લીધા પછી ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાને ભવિષ્યમાં વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે.

સૂત્રો અનુસાર, ચૂંટણી પંચે આ એડવાઈઝરી રાહુલ ગાંધી દ્વારા અગાઉના પીએમ મોદી માટે પનોતી અને જેબકતરા જેવા શબ્દોના ઉપયોગને લઈને જારી કરી છે.

ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી, જેની નોંધ લેતા પંચે 23 નવેમ્બર 2023ના રોજ રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ ફટકારી હતી.

આ અંગે રાહુલ ગાંધીના જવાબ બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ સાથે ગયા વર્ષે ડિસેમ્બરના દિલ્હી હાઈકોર્ટના આદેશને અનુસરીને, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકો અને રાજકીય નેતાઓ માટે જારી કરાયેલી તાજેતરની સલાહનું યોગ્ય રીતે પાલન કરવાનું પણ કહ્યું છે.

આ વર્ષે 1 માર્ચે જારી કરાયેલ એડવાઈઝરીમાં ચૂંટણી પંચે ચેતવણી આપી હતી કે આદર્શ આચાર સંહિતાના કોઈપણ ઉલ્લંઘન માટે પક્ષો, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ માત્ર નૈતિક નિંદાને બદલે કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

તેમાં એમ પણ કહેવાયુ છે કે, સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો જેમને અગાઉ નોટિસ મળી છે જો તેઓ ફરીથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

જણાવી દઈએ કે, ચૂંટણી પંચે ગયા વર્ષે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી, જ્યારે તેમને વડાપ્રધાન માટે પનોતી અને જેબકતરા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

21 ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે પંચને આ ટિપ્પણીઓ માટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી નોટિસ પર નિર્ણય લેવા પણ કહ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X