રાહુલ ગાંધી કપિલ શર્માનો શો જોઇન કરેઃ ઉમા ભારતી

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માં નેતાઓ જોર-શોરથી એકબીજા પર વ્યંગ્ય કરવામાં વ્યસ્ત છે, જેને પણ તક મળે એ આ અંગે કોઇને કોઇ ટિપ્પણી કે નિવેદન કરે જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આમાંથી બાકાત નથી, તો કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી કઇ રીતે પાછળ રહી શકે? તેમણે પણ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને માયાવતી જેવા નેતાઓ અંગે ચટાકેદાર નિવેદન આપ્યાં છે.

રાહુલ ગાંધીએ કપિલ શર્માનો શો જોઇન કરવો જોઇએ

રાહુલ ગાંધીએ કપિલ શર્માનો શો જોઇન કરવો જોઇએ

ઉમા ભારતીના નિશાના પર છે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. તેમણે રાહુલ ગાંધીની મજાક ઉડડાતાં કહ્યું કે, રાહુલના નાટકો જોઇને લાગે છે કે, તેમણે કપિલ શર્માનો શો જોઇન કરવો જોઇએ. નોંધનીય છે કે, ટીવી પડદાનો સૌથી લોકપ્રિય કોમેડી શો છે, ધ કપિલ શર્મા શો!

અખિલેશ યાદવ, માયાવતી અને ગાયત્રી પ્રજાપતિ

અખિલેશ યાદવ, માયાવતી અને ગાયત્રી પ્રજાપતિ

ઉમા ભારતીએ શનિવારે નાનપારા વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્યા માધુરી વર્માના સમર્થનમાં શિવપુરમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું કે, મોદીજીએ નોટબંધી કરીને દેશના ભ્રષ્ટ અજગરોનો પકડી પાડ્યા છે. હવે બેનામી સંપત્તિ પર હુમલો કરવામાં આવશે, અખિલેશ, માયાવતી, ગાયત્રી જેવા ભ્રષ્ટ નેતાઓ જેવા ભ્રષ્ટ નેતાઓના ઘણા પૈસા બેનામી સંપત્તિમાં લાગેલા છે.

માયાવતી છે મિસ્ટર ઇન્ડિયા

માયાવતી છે મિસ્ટર ઇન્ડિયા

ઉમા ભારતીએ કહ્યું કે, માયાવતી દલિતો અને અખિલેશ મુસલમાનોની રાાજનીતિ રમ્યાં, પરંતુ આજે સૌથી વધુ ગરીબ એ લોકો જ છે. કોંગ્રેસ 105 સીટોમાંથી માત્ર 10 સીટ મેળવી શકશે. ઉમા ભારતીએ માયાવતીને મિસ્ટર ઇન્ડિયા કહ્યાં. તેમણે કહ્યું કે, સત્તામાં આવતા જ તેઓ પર્સ સહિત ગાયબ થઇ જશે.

કેવું ચરિત્ર છે તમારું?

કેવું ચરિત્ર છે તમારું?

ઉમાએ અખિલેશને કહ્યું કે, તમે ગુજરાતના ગધેડાને યાદ ન કરો, 6 માસની અંદર તમારી બેનામી સંપત્તિ જપ્ત થનાર છે. તમે રેપ કેસમાં સંડોવાયેલા ગાયત્રી પ્રજાપતિ માટે વોટ માંગો છે, આ કેવું ચરિત્ર છે તમારું?

English summary
Rahul Gandhi Should Join Kapil Sharma Show said Union Minister Uma Bharti in Bahraich Rally.
Please Wait while comments are loading...