Rahul gandhi News : અનુસૂચિત જાતિ આયોગમાં ખાલી પદોને લઈને રાહુલ ગાંધીના મોદી સરકાર પ્રહાર

Rahul gandhi News : નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)માં મહત્વપૂર્ણ પદો લાંબા સમયથી ખાલી છે, જે દલિત હિતો માટે નુકસાનકારક છે.

રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે અપીલ કરી. ટ્વિટર પર એક પોસ્ટમાં તેમણે આ મુદ્દો ઉઠાવ્યો.

Rahul gandhi News

રાહુલ ગાંધીએ લખ્યું કે, NCSCમાં બે મુખ્ય પદો એક વર્ષથી વધુ સમયથી ખાલી છે, જે દલિતોના અધિકારો અને હિતો માટે ખતરો છે. ભાજપ સરકાર ઇરાદાપૂર્વક આયોગની અવગણના કરી રહી છે અને આ દલિત વિરોધી માનસિકતાનો પુરાવો છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એક બંધારણીય સંસ્થા છે જેનું મુખ્ય કાર્ય અનુસૂચિત જાતિના લોકોના અધિકારોનું રક્ષણ અને તેમના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે.

રાહુલ ગાંધીએ સીધો સવાલ કર્યો કે જો આ પદો ખાલી રહેશે તો દલિતોની વકીલાત કોણ કરશે? તેમણે કહ્યું કે, ભાજપ સરકારની દલિત વિરોધી માનસિકતાનો વધુ એક પુરાવો! દલિતોના હિત રક્ષક આયોગની અવગણના કરવામાં આવી છે - બે મુખ્ય પદો છેલ્લા એક વર્ષથી ખાલી છે.

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને સંસ્થાની ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક પગલા ભરવા માટે વિનંતી કરી. તેમણે કહ્યું કે, આયોગની કાર્યક્ષમતા જાળવી રાખવા અને દલિતોના હિતોને સુનિશ્ચિત કરવા માટે સરકારને જલદીથી નિર્ણય લેવો જોઈએ.

આ મુદ્દો દલિત હિતોના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જો NCSCના પદો લાંબા સમય સુધી ખાલી રહેશે તો દલિતોના અધિકારો અને હિતોને ખતરો છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ અંગે શું પગલા ભરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X