રાહુલ ગાંધીની કહાણીમાંથી શીખે ભારતીય માતા-પિતા

Posted By:
Subscribe to Oneindia News

‘મા કોઇપણ હોય, પોતાના બાળક માટે કંઇપણ કરી શકે છે અને આવી જ આશા તેમની પાસેથી રાખવામાં આવે છે.'

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ચહેરા પરનું સ્મિત અલગ જ દેખાઇ રહ્યું હતું, જ્યારે તેમના પુત્ર રાહુલ ગાંધી એલપીજી સિલેન્ડરની સંખ્યા વધારવાની જાહેરાત કરી રહ્યાં હતા. આ શાનદાર પળોમાં માના ચહેરા પર સ્મિત રેલાયુ હતું અને ચાપલુશો તાળીઓ પાડી રહ્યાં હતા. ત્યાર બાદ રાહુલનું ટાઇમ્સ નાઉ પર ઇન્ટરવ્યુ એક મોટી આફતના રૂપમાં કોંગ્રેસની સામે આવ્યું અને આખા દેશે કહ્યું કે આ એક ખોટી વ્યક્તિ છે, જેને ખોટા સ્થાને બેસાડી દેવામાં આવી છે.

rahul-gandhi-6
જોન એફ કેનેડીએ કહ્યું છેકે બધા પુત્રોની માતા ઇચ્છે છે કે તેમનો પુત્ર મોટો થઇને રાષ્ટ્રપતિ બને, એવું ક્યારેય નથી ઇચ્છતી કે તે એક નેતા બને. રાહુલ ગાંધી પણ એ સ્થળ પર સક્ષમ નથી, જે સ્તર પર તેમને જોવામાં આવે છે. યુપીએ 2ની કોન્સફરન્સની વાત કરીએ તો કૌભાંડ, જોડાણ અને રમખાણ સામે આવે છે, પરંતુ તેની સાથે જોડાયેલા એકપણ પ્રશ્નનો જવાબ રાહુલ આપી શકતા નથી અને એવી આશા આપણે દેશની સવાસો કરોડની વસ્તીવાળી જનતાના વડાપ્રધાન પાસે નથી કરી શકતા.

સાચુ કહીએ તો આ માટે રાહુલને નહીં પરંતુ સોનિયા ગાંધીને જવાબદાર માનવા જોઇએ. રાહુલ જે પદ પર બિરાજમાન છે, એ પદ માટે એક પ્રકારની ક્ષમતા અને દક્ષતા હોવી જોઇએ જે રાહુલ પાસે નથી. સોનિયા, જેવા અનેક ભારતીયો જે પોતાની પૂર્વજોની વિરાસત, સંપત્તિ અથવા વ્યાપાર એ પુત્રોના હવાલે કરી દે છે, જે તેના માટે યોગ્ય નથી, ત્યારે આગળ જતા આ સંપત્તિ નષ્ટ પામે છે અને બિઝનેસ ઠપ થઇ જાય છે. આવું માત્ર રાજકારણમાં નથી થતું, પરંતુ દરેક ક્ષેત્રમાં વંશવાદ ચાલે છે. કોર્પોરેટ સેક્ટરની તમામ મોટી કંપનીઓ છે, ઉદ્યોગ ઘરાણા છે, જેમના વારસ ગાદી સંભાળે છે, પરંતુ તફાવત એટલો રહે છે કે, ત્યાં પુત્રને કમાન સોંપતા પહેલા એ માટે યોગ્ય બનાવવામાં આવે છે.

અફસોસ, રાહુલ ગાંધીને એ સ્તરની ટ્રેનિંગ આપ્યા વગર જ કોંગ્રેસની કમાન સોંપી દેવામાં આવી. અહીં એક માતાનું સ્વપ્ન પૂર્ણ થઇ ગયું, પરંતુ એક સંગઠનનું સ્વપ્ન તૂટતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસને એ નેતાને પ્રક્ષેપિત કરી દીધા, જે પાવરફુલ છે પરંતુ તેના પર ગર્વ કર શકાતો નથી, તે પ્રભાવશાળી છે, પરંતુ તેની અંદર સ્વાભિમાનની ઉણપ છે. એર દર્શનશાસ્ત્રીની જેમ વાત કરે છે, પરંતુ વિચારતા નથી. ક્યાંકને ક્યાંક તેમનામાં એક અક્કડપણું જોવા મળે છે.

એમા કોઇ શંકા નથી કે રાહુલ ગાંધી વંશવાદ દ્વારા નિર્મિત એ ઉત્પાદ છે, જેને કોંગ્રેસે ચૂંટણીની કમાન સોંપી છે અને કોંગ્રેસનું સમર્થન કરનારી જનતા તેને ભાવી વડાપ્રધાનના રૂપમાં જોઇ રહી છે. અહીં એ કહેવું ખોટું નહીં હોય કે, સોનિયા ગાંધીએ પોતાની મહત્વકાંક્ષાઓ માટે રાહુલની કારકિર્દીની બલી ચઢાવી દીધી છે. સોનિયાએ જે કર્યુ તે કર્યુ, પરંતુ તમે તમારા પુત્ર અથવા પુત્રીને વંશવાદની દોરીમાં બાંધતા પહેલા એકવાર જરૂરથી વિચારજો.

English summary
Rahul Gandhi's story should be a lesson for all Indian parents. RaGa is a victim of Sonia Gandhi's ambition. Will you ever think same for your children?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.