મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા, કહ્યું- જો માફી જ માંગવી હોય તો…
મોદી સરનેમ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં સૂનાવણી ચાલી રહી છે અને કોર્ટે પક્ષોને જવાબ રજુ કરવા કહ્યું છે. હવે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજુ કરીને પોતાનો જવાબ રજુ કર્યો છે.
રાહુલ ગાંધી હજુ પણ પોતાની વાતો પર અડગ છે અને તેમને એફિડેવિટમાં આ વાતને દોહરાવી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો માફી જ માંગવી હોત તો પહેલા જ માંગી ચુક્યા હોત.

રાહુલ ગાંધીએ એફિડેવિટમાં જણાવ્યુ છે કે, તેમણે હંમેશા કહ્યું છે કે તે ગુના માટે દોષિત નથી અને આ દોષારોપણ ટકાઉ નથી. જો તેમણે માફી માંગવી હોત અને ગુનો સ્વીકારવો હોત તો તે ઘણા સમય પહેલા કરી ચુક્યા હોત.
રાહુલ ગાંધીએ એફિડેવિટમાં કહ્યું છે કે, ગુજરાતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ ઈશ્વરભાઈ મોદીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા તેમના જવાબમાં તેમના માટે અહંકારી જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ માત્ર એટલા માટે કર્યો છે, કારણ કે તેમણે માફી માંગવાની ના પાડી દીધી છે.
રાહુલ ગાંધીએ આગળ જણાવ્યુ છે કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ બદલો લેવા માટે ગુનાહિત પ્રક્રિયાનો ઉપયોગ ન્યાયિક પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ છે. જેને અદાલતે સમર્થન ન આપવું જોઈએ.
સુપ્રીમ કોર્ટને તેમને કહ્યું કે, તેમનો એક અપવાદરૂપ કેસ છે, કારણ કે આ એક નાનો ગુનો છે અને તેને કારણે ચૂંટાયેલા સંસદસભ્ય તરીકે તેમને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયું છે. બીજી તરફ ફરીયાદીને કોઈપણ નુકસાન થયું નથી.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આ કારણથી વિનંતી છે કે સજા પર રોક લગાવવામાં આવે. જેથી તે લોકસભાના વર્તમાન સત્ર અને ત્યારપછીના સત્રોમાં ભાગ લઈ શકે.
અહીં તમને જણાવી દઈએ કે, આ કેસમાં દોષી સાબિત થયા બાદ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ છીનવી લેવામાં આવ્યું છે. તે કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ હતા. આ વર્ષે 23 માર્ચે ગુજરાતની મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. આ સજા ગુજરાત હાઈકોર્ટે બરકરાર રાખી હતી..












Click it and Unblock the Notifications
