For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિયર મોદીજી, 1654 દિવસ થઈ ગયા, તમે પ્રેસ કોન્ફરન્સ નથી કરી, કરી તો જુઓ

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ખતમ થવા સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ખતમ થવા સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. પીએમ મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે હવે ચૂંટણી પ્રચાર ખતમ થઈ ચૂક્યા છે, આશા છે કે હવે તમે અમુક સમય પ્રધાનમંત્રી તરીકે પોતાની પાર્ટ ટાઈમ જોબ માટે કાઢી શકો છો. આટલુ જ નહિ રાહુલે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરવા પણ સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીના આ બે ફોટાએ તોડી દીધા લોકપ્રિયતાના બધા રેકોર્ડઆ પણ વાંચોઃ પીએમ મોદીના આ બે ફોટાએ તોડી દીધા લોકપ્રિયતાના બધા રેકોર્ડ

પીએમ પર કર્યો કટાક્ષ

પીએમ પર કર્યો કટાક્ષ

રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરી હતી ત્યારબાદ તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તમને જણાવી દેવા ઈચ્છુ છુ કે પ્રધાનમંત્રી બને તમને 1654 દિવસો થઈ ગયા છે અને આજ સુધી તમે એક પણ કોન્ફરન્સ કરી નથી. રાહુલે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યુ કે તમે પણ પ્રેસકોન્ફરન્સ કરો. જ્યારે તમને સવાલ પૂછવામાં આવે છે ત્યારે મઝા આવે છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એ વાતનો ભરોસો વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસની આગેવાનીમાં ગઠબંધન તેલંગાના વિધાનસભા ચૂંટણીમાં જીત અપાવશે.

મુખ્યમંત્રી ઉમેદવાર આપ્યો આ જવાબ

મુખ્યમંત્રી ઉમેદવાર આપ્યો આ જવાબ

જ્યારે રાહુલ ગાંધીને તેલંગાનામાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે અત્યારે આ સવાલનો જવાબ આપવો ઉચિત નથી. તેલંગાના રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી ઘણા અસુરક્ષિત અને ગભરાયેલા છે. તેમણે કહ્યુ કે કેસીઆર અને ટીઆરએસે મળીને તેલંગાનાના સપનાને બરબાદ કરી દીધુ છે. અમારુ પહેલુ લક્ષ્ય છે કેસીઆરને હટાવવા, પોતાના લક્ષ્ય માટે અમે બધા એકજૂથ છીએ.

તેલંગાનામાં જીતશે કોંગ્રેસ

તેલંગાનામાં જીતશે કોંગ્રેસ

રાહુલે કહ્યુ કે હું એ વાતમાં નથી પડતો કે અમને કેટલી સીટો મળશે પરંતુ મને પૂરો ભરોસો છે કે અમે જીતીશુ. મને એ વાતનો ભરોસો છે કે અમે જીત મેળવીશુ, મોટાભાગના ઓપિનિયન પોલ પણ એમ જ કરી રહ્યા છે કે અમે આ ચૂંટણીમાં જીતીશુ. તેમણે કહ્યુ કે તમે મુખ્યમંત્રીની ભાષા જોઈ શકો છો. તેમના ભાષણ પરથી સ્પષ્ટ છે કે તે ઘણા ગભરાયેલા છે.

આ પણ વાંચોઃ એટર્ની જનરલઃ CBIમાં લોકોનો ભરોસો જાળવી રાખવા સરકારની એક્શન જરૂરી હતીઆ પણ વાંચોઃ એટર્ની જનરલઃ CBIમાં લોકોનો ભરોસો જાળવી રાખવા સરકારની એક્શન જરૂરી હતી

English summary
Rahul Gandhi takes jibe on Narendra Modi says hope you can spare some time for your part-time job as PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X