પકડાઈ ગયા એટલે ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે, ઈલેક્ટરોલ બોન્ડ મુદ્દે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા ભ્રષ્ટાચાર ઈલેકટરોલ બોન્ડનો પર્દાફાથ થયા બાદ હવે વિપક્ષી નેતાઓ સતત હુમલા કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી ANIને એક ઈન્ટરવ્યુમાં ઈલેક્ટોરલ બોન્ડને લઈને નિવેદન આપ્યું હતું. હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ પર નિશાન સાધ્યું છે.

આ મુદ્દે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી પકડાઈ ગયા છે. આ કારણે અમે ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ઇલેક્ટોરલ બોન્ડમાં નામ અને તારીખ જરૂરી છે. નામ અને તારીખ જોઈને ખબર પડશે કે એ લોકોએ ક્યારે બોન્ડ આપ્યા છે.
તેમણે કહ્યું કે, પહેલા તપાસ એજન્સીઓ કાર્યવાહી કરે છે તે પછી તરત જ તેમને પૈસા મળે છે અને તે પછી તરત જ કાર્યવાહી બંધ થઈ જાય છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ શુદ્ધ વસૂલી છે. પીએમ પકડાઈ ગયા છે અને હવે ઈન્ટરવ્યુ આપી રહ્યા છે.
ANIને આપેલા ઈન્ટરવ્યુમાં નરેન્દ્ર મોદીએ ઈલેક્ટોરલ બોન્ડ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું ઈલેક્ટોરલ બોન્ડ પરનો નિર્ણય ખોટો હતો?
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ચૂંટણીમાં કાળા નાણાના ઉપયોગનો મુદ્દો ઘણા સમયથી ઉઠાવવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં ખર્ચને કોઈ નકારી શકે નહીં. તમામ પક્ષો ચૂંટણીનું દાન લે છે.












Click it and Unblock the Notifications
