For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયનાડમાં રાહુલનું નામાંકન, સ્મૃતિ ઈરાની નિકળ્યાં અમેઠીના પ્રવાસે

વાયનાડમાં રાહુલનું નામાંકન, સ્મૃતિ ઈરાની અમેઠીના પ્રવાસે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. યૂપીની અમેઠી લોકસભા સીટ ઉપરાંત કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. આજે રાહુલ ગાંધી વાયનાડથી પોતાનું નામાંકન પણ દાખલ કરશે. રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે. બીજી બાજુ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને પડકાર આપતી સ્મૃતિ ઈરાની આજે બે દિવસીય અમેઠીના પ્રવાસે જઈ રહ્યાં છે.

વાયનાડ સીટ માટે રાહુલ ગાંધી નોમિનેશન ફાઈલ કરશે

વાયનાડ સીટ માટે રાહુલ ગાંધી નોમિનેશન ફાઈલ કરશે

રાહુલ ગાંધીના વાયનાડ સીટ પર નામાંકન પર કેરળ કોંગ્રેસના પ્રભારી અને AICC મહાસચિવ, મુકુલ વાસનિકે કહ્યું કે પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાહુલ ગાંધી સાથે વાયનાડ જશે. રાહુલ ગાંધી બુધવારે કોઝિકોડ પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓએ તેમનું જોરદા સ્વાગત કર્યું હતું. કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાની કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા સાથે 2 કિમી લાંબો રોડ શો કરશે. જે બાદ તેઓ નામાંકન દાખલ કરશે.

પ્રિયંકા ગાંધી સાથે કરશે રોડ શો

પ્રિયંકા ગાંધી સાથે કરશે રોડ શો

ગુરુવારે સવારે રાહુલ ગાંધી હેલીકોપ્ટરથી વાયનાડ જશે. વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીતલાએ જણાવ્યું કે નામાંકન પહેલા એક રોડ શો થશે જેમાં હજારો પાર્ટી કાર્યકર્તાઓ સામેલ થશે. આસામ અને નાગાલેન્ડમાં જનસભા સંબોધિત કર્યા બાદ રાહુલ ગાંધી વાયનાડ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી પણ કોઝિકોડ પહોંચી ગયાં છે. વાસનિકે દાવો કર્યો કે વાયનાડથી રાહુલ ગાંધીની ચૂંટણી લડવાની ઘોષણા બાદ સ્થાનિક કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. તેમણે કહ્યું કે આ ફેસલાથી તમિલનાડુ અને કર્ણાટકના રાજનૈતિક સમીકરણોમાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે તેનો પ્રભાવ વોટિંગમાં જોવા મળશે.

બે દિવસીય પ્રવાસે અમેઠી પહોંચ્યાં સ્મૃતિ

બે દિવસીય પ્રવાસે અમેઠી પહોંચ્યાં સ્મૃતિ

બીજી બાજુ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુરુવારે બે દિવસના અમેઠીના પ્રવાસે પહોંચી રહ્યાં છે. અમેઠીથી રાહુલ ગાંધી ચૂંટણી લડતા આવ્યા છે. વર્ષ 2014માં રાહુલ ગાંધી વિરુદ્ધ ઈરાની મેદાનમાં ઉતરી હતી, જો કે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધીએ એક લાખથી વધુ વોટથી સ્મૃતિ ઈરાનીને હરાવ્યાં હતાં. હવેની ચૂંટણીમાં પણ સ્મૃતિ ઈરાની અમેઠીથી રાહુલ ગાંધી વિરુદ્ધ મેદાનમાં છે. આજે અમેઠીમાં ઈરાની પરશેદપુરમાં એક ખેડૂત રેલીને સંબોધિત કરશે.

લોકસભા ચૂંટણી 2019: સર્વેએ વધારી યુપીમાં ભાજપની મુશ્કેલીઓલોકસભા ચૂંટણી 2019: સર્વેએ વધારી યુપીમાં ભાજપની મુશ્કેલીઓ

English summary
Rahul Gandhi to file nomination from Wayanad today, Irani reaching Amethi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X