For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસીઓએ કહ્યું, રાહુલજી પ્લીઝ! દિગ્વિજય સિંહને ચૂંટણીથી દૂર રાખો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-gandhi-speech
ભોપાલ, 26 એપ્રિલ: મધ્યપ્રદેશના પ્રવાસ પર આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના નેતાઓની ઘણી ફરિયાદો મળી, પાર્ટીના પ્રદેશ પ્રભારી બી કે હરિપ્રસાદ પણ આ નેતાઓની યાદીમાં સામેલ હતા. એક પદાધિકારીએ તો વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહને રાજ્યથી દૂર રાખવાની સલાહ આપી દિધી હતી. રાહુલ ગાંધીનો રાજ્યના પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ હતો.

ભોપાલમાં રાહુલ ગાંધીના વિભિન્ન વર્ગોના પ્રતિનિધિઓ સાથે અલગ-અલગ ચર્ચા કરી. કેટલાક પદાધિકારીઓએ પાર્ટીના રાજ્યના નેતાઓના નામ લઇને જૂથવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. એક પદાધિકારીએ તો પ્રદેશ પ્રભારી હરિપ્રસાદ પર આ જૂથવાદને વધારવા અને કાર્યકર્તાઓની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. એક પદાધિકારી રામકૃષ્ણ મિશ્રા જે સતનાની જિલ્લા એકમના ઉપાધ્યક્ષ છે, એમને રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી તથા રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહને રાજ્યથી દૂર રાખવામાં આવે.

તેમનું કહેવું હતું કે રાજ્યની જનતા તથા કર્મચારીઓમાં દિગ્વિજય સિંહ પ્રત્યે હજુ પણ નારાજગી છે, જો દિગ્વિજય સિંહને ચુંટણી દરમિયાન રાજ્યમાં મોકલવામાં આવશે તો તેની ખરાબ અસર પડશે. બેઠકમાંથી બહાર આવેલા મિશ્રાએ જણાવ્યું હતું કે તેમને પોતાની સલાહ આપી છે. તે માને છે કે રાજ્યમાં કોંગ્રેસ તથા કેન્દ્રની યુપીએ સરકારના વિરૂદ્ધ અસંતોષ નથી, પરંતુ દિગ્વિજયને લઇને લોકોની વિચારણસણી સારી નથી. જો ચૂંટણી જીતવી હોય તો દિગ્વિજય સિંહને રાજ્યથી દૂર રાખવામાં આવે.

English summary
Congress VP Rahul Gandhi, taking a serious note of internal bickering and factionalism in Madhya Pradesh Congress Party, warned party leaders to be united.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X