રાહુલ ગાંધીની નવી ટીમ તૈયાર, ટૂંકમાં થશે જાહેરાત

rahul-gandhi
નવી દિલ્હી, 7 માર્ચઃ કોંગ્રેસના ઉપાધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસની દીશા અને દશા બદલવાની શરૂઆત કરી દીધી છે. સંગઠન પર પોતાની પકડને વધારે મજબૂત બનાવવા માટેનુ અભિયાન તેમણે શરૂ કર્યું છે, જેના ભાગરૂપે તેમની નવી ટીમ તૈયાર કરવામાં આવી છે, જેની ટૂંક સમયની અંદર ઘોષણા કરવામાં આવશે.

મળતા અહેવાલ અનુસાર રાહુલ ગાંધીની આ નવી ટીમ બનાવવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે અને તેને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની મંજૂરી પણ મળી ગઇ છે. આ ટીમનું ટૂંક સમયમાં એલાન કરવામાં આવી શકે છે, તેમ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મીનાક્ષી નટરાજનને હાલ કોંગ્રેસના સચિવ છે. તેમને બઢતી આપવામાં આવી શકે છે અને તેમને પક્ષમાં મહાસચિવ પણ બનાવવામાં આવી શકે છે. યુવા કોંગ્રેસ માટે કામ કરી રહેલાં કૃષ્ણા બેરે ગૌડાને પણ રાહુલની ટીમમાં સ્થાન મળી શકે છે. કૃષ્ણાને સચિવ પદ આપવામાં આવી શકે છે.

બીજી તરફ કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓને આરામ આપવામાં આવવાની તૈયારી છે. સમાચારો અનુસાર, મોહસિના કિદવાઇ કોંગ્રેસના મહાસચિવ પદેથી હટી શકે છે તો કોષાધ્યક્ષ મોતીલાલ વોરાને પણ આરામ કરવાની સલાહ આપવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X