For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી બુધવારે લખીમપુર હિંસા મુદ્દે રાષ્ટ્રપતિ કોવિંદને મળશે!

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી લખીમપુર ખીરી હિંસા અંગે બુધવારે (13 ઓક્ટોબરે) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિમંડળ પણ હશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ઓક્ટોબર : કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી લખીમપુર ખીરી હિંસા અંગે બુધવારે (13 ઓક્ટોબરે) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિમંડળ પણ હશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, આ વાતની સત્તાવાર માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓને સવારે સાડા અગિયાર વાગ્યે મળવાનો સમય આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ખેડૂતોના મૃત્યુ મુદ્દે ચર્ચા કરશે.

rahul gandhi

મીડિયા અહેવાલો અનુસાર, કોંગ્રેસનું આ પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ પાસેથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી શકે છે. કોંગ્રેસના નેતાઓ માંગ કરી રહ્યા છે કે આ મામલે રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની જરૂર છે.

ઉલ્લેખનિય છે કે, લખીમપુર હિંસા કેસમાં સતત કોંગ્રેસ હમલાવર છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી ટીકુનિયામાં છેલ્લી અરદાસ (શ્રદ્ધાંજલિ સભા) માં સામેલ થવા પહોંચ્યાં છે. કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે લખીમપુર ખેરી પહોંચ્યા છે. ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ લખીમપુર ખેરી પહોંચ્યા છે, આ બંને નેતાઓ અહીં 3 ઓક્ટોબરે હિંસામાં માર્યા ગયેલા ચાર ખેડૂતો સહિત આઠ લોકોને શ્રદ્ધાંજલિ આપશે. આ ઉપરાંત રાષ્ટ્રીય લોક દળ (RLD) ના પ્રમુખ જયંત ચૌધરી શ્રદ્ધાંજલિ સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે તેને બરેલી જિલ્લા વહીવટીતંત્રે એરપોર્ટ પર રોક્યા હતા અને અટકાયત કરાઈ હતી.

English summary
Rahul Gandhi will meet President Kovind on Wednesday on Lakhimpur violence issue!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X