રાહુલ ગાંધી 9 સપ્ટેમ્બરના રોજ જમ્મુની મુલાકાત લેશે, વૈષ્ણો દેવીના દર્શન કરશે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બરે જમ્મુની મુલાકાત લેશે, તેમને અહીં માતા વૈષ્ણો દેવીના દર્શન કરશે અને અહીં પ્રાર્થના કરશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બરે જમ્મુની મુલાકાત લેશે, તેમને અહીં માતા વૈષ્ણો દેવીના દર્શન કરશે અને અહીં પ્રાર્થના કરશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ગયા મહિને શ્રીનગર પહોંચ્યા હતા. રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ મસ્જિદમાં મંદિર દર્શન અને જીયારત પણ કરી હતી.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દેશની તમામ સંસ્થાઓ પર હુમલો કરી રહી છે. દેશના બંધારણ પર હુમલો થઈ રહ્યો છે, પરંતુ જેમને દેશને વિભાજીત કરવા માંગે છે. તેમની સામે અમે અમારી તમામ શક્તિથી લડીશું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, હું અહીં જમ્મુ -કાશ્મીરમાં નથી રહેતો પણ હું તમને લોકો સારી રીતે સમજુ છું. તમારા રિવાજો અને પ્રેમ મારી અંદર છે. જ્યારે પણ હું કાશ્મીર આવું છું, ત્યારે મને અહીં મારા ઘર જેવું લાગે છે. પ્રેમથી જે મેળવી શકાય છે, તે નફરત દ્વારા ક્યારેય પ્રાપ્ત કરી શકાતું નથી.
UPA સરકારની સિદ્ધિઓ ગણાવતા કરતા રાહુલે કહ્યું હતું કે, તે સમયે અમે કાશ્મીરને લઈને બાકીના દેશ સાથે ચાલી રહ્યા હતા. અમે પ્રેમ દ્વારા બધું અજમાવ્યું, હું આશા રાખું છું કે, જેઓ આપણને અલગ કરવા માંગે છે, તેમને ક્યારેય સફળ થશે નહીં. આ સાથે જ રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે, જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ સાથે રાહુલે ઘાટીમાં વહેલી ચૂંટણીની માંગ કરી હતી.












Click it and Unblock the Notifications
