જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને લઈને NIA ના 16 સ્થળો પર દરોડા!
જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓને જોતા કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે ફરી આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.
નવી દિલ્હી, 12 ઓક્ટોબર : જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓને જોતા કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે ફરી આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. NIA એ દિલ્હી-NCR થી જમ્મુ-કાશ્મીર સુધીના આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ANI અનુસાર, NIA એ દિલ્હી અને યુપીમાં 5 સ્થળો અને શોપિયાં, પુલવામા અને શ્રીનગર સહિત જમ્મુ-કાશ્મીરના 16 સ્થળો પર દરોડા પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એનઆઇએની આ કાર્યવાહી ઇસ્લામિક સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે સંકળાયેલા નવા કેસમાં કરવામાં આવી છે, જેમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે ટીઆરએફ સામેલ છે, જે એક આતંકવાદી સંગઠન છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહમાં ઘાટીમાં સ્થાનિક લોકો માર્યા ગયાની આતંકવાદી ઘટનાઓ પાછળ TRF નું નામ સામે આવ્યું છે. કહેવાય છે કે આ સંગઠન લશ્કર-એ-તૈયબાનું છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 4 અથડામણ થઈ હતી. ઇમામસાહિબ વિસ્તારમાં પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. પૂંછ જિલ્લામાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા બાદ ગુસ્સાનું વાતાવરણ છે. સેનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં પોલીસ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે અપીલ કરતી જોવા મળી રહી હતી.












Click it and Unblock the Notifications
