ફેબ્રુઆરીના અંત સુધી ખુલી જશે શેરપુર ચોક પર બની રહેલ રેલ ઓવર બ્રીજઃ આપ સાંસદ સંજીવ અરોરા
લુધિયાણામાં શેરપુર ચોક પર બની રહેલ રેલ ઓવર બ્રીજ ફેબ્રુઆરીના અંત સુધીમાં ખોલી દેવામાં આવશે તેમ રાજ્યસભામાં આપ સાંસદ સંજીવ અરોરાએ જણાવ્યુ હતુ.
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ અને લુધિયાણાના મોટા ઉદ્યોગપતિઓમાંના એક સંજીવ અરોરાએ જણાવ્યુ છે કે શેરપુર ચોક પર બની રહેલ રેલ ઓવર બ્રિજ આ મહિનાના અંત સુધીમાં ખોલી દેવામાં આવશે. હાલ આ બ્રિજનુ બાંધકામ ચાલી રહ્યુ છે. સંજીવ અરોરાએ જણાવ્યુ કે ફેબ્રુઆરીના અંત સુધીમાં તેને ટ્રાફિક માટે ખોલી દેવામાં આવશે. વિગતો શેર કરતા સંજીવ અરોરાએ કહ્યુ છે કે એનએચએઆઈના અધ્યક્ષે તેમના પત્રમાં મને જાણ કરી છે કે શેરપુર ચોક પરનો રેલ ઓવર બ્રિજ 28 ફેબ્રુઆરી સુધીમાં ખુલ્લો મુકવામાં આવશે.

સંજીવ અરોરાએ કહ્યુ કે તેમણે 5 જાન્યુઆરીએ એનએચએઆઈ ચેરમેનને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પ્રોજેક્ટ સંબંધિત માહિતી માંગી હતી. તેમના પત્રના જવાબમાં એનએચએઆઈએ માહિતી આપી છે કે એનએચએઆઈ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવી છે અને માહિતી આપવામાં આવી છે કે NH-44 (શેરપુર ચોક) પર આરઓબીનુ બાંધકામ પૂર્ણતાને આરે છે અને 28 ફેબ્રુઆરી, 2023 સુધીમાં ટ્રાફિક માટે ખોલવામાં આવશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત લાડોવાલ બાયપાસ પર સિધવાણ કેનાલ પર ચાર પુલ બનાવવાની દરખાસ્ત પણ વિચારણા હેઠળ છે.
અરોરા આ વર્ષે 5 જાન્યુઆરીએ એનએચએઆઈના ચેરમેનને મળ્યા હતા અને તેમને લુધિયાણા શહેરમાં પેન્ડિંગ કામો અંગે એક પત્ર આપ્યો હતો. તેમણે એનએચએઆઈના અધ્યક્ષને જાણ કરી હતી કે એનએચએઆઈના જીલ્લામાં અને તેની આસપાસના પેન્ડિંગ પ્રોજેક્ટ્સને કારણે, મોટા પ્રમાણમાં જનતા અને મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
શેરપુર બાયપાસનુ પેન્ડિંગ કામ વહેલી તકે પૂર્ણ કરવાની માગણી કરતા તેમણે જણાવ્યુ હતુ કે, પેન્ડિંગ પ્રોજેક્ટ વાસ્તવમાં રોજેરોજ મુસાફરોને મુશ્કેલી ઉભી કરી રહ્યો છે કારણ કે 500 મીટરનો પેચ પાર કરવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે છે. તેમણે એનએચએઆઈના અધ્યક્ષને એ પણ જણાવ્યુ કે લુધિયાણામાં દક્ષિણ શહેર તરફ સિધવાન કેનાલ પર ચાર પુલનુ બાંધકામ હજી પૂર્ણ થયુ નથી, જેના માટે એનએચએઆઈ પાસે લાંબા સમયથી અરજીઓ પડતર હતી.
તેમણે સ્પીકરને વ્યક્તિગત રીતે આ બાબતે તપાસ કરવા અને જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી. સંજીવ અરોરાએ કહ્યુ છે કે, 'જાહેર હિતમાં કરેલી મારી વિનંતી માટે હું એનએચએઆઈના અધ્યક્ષ સંતોષ કુમાર યાદવનો આભાર માનુ છુ.'












Click it and Unblock the Notifications
