રેલવે લાંચ કૌભાંડ : પવન બંસલના અંગત સ્ટાફની પણ તપાસ થશે

સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી આ સમગ્ર કૌભાંડમાં બંસલ ઉપરાંત તેમના અંગત સ્ટાફની સંડોવણીની શક્યતાઓ ચકાસી રહી છે. આ સિલસિલામાં બંસલના સ્ટાફને આવનારા દિવસોમાં પૂચપરછ માટે બોલાવવામાં આવી શકે છે. સીબીઆઇ મહેશ કુમારની પોસ્ટિંગ સંબંધિત કેટલીક હકીકતો બંસલના અંગત સ્ટાફ પાસેથી મેળવશે.
હાલ સીબીઆઇ સિંગલા અને તેના સ્ટાફની પૂછપરછ કરી રહી છે. જેથી અધિકારીની ભૂમિકાને સમજી શકાય. જે મહેશ કુમારને સભ્ય (સ્ટાફ)થી બદલીને સભ્ય (ઇલેક્ટ્રિકલ)નું પદ આપતા અને મહાપ્રબંધક (પશ્ચિમ)નો વધારાનો પદભાર પણ આપવાના હતા. રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડના સભ્યોના પદમાં સીધો ફેરફાર એવી રીતે જ કરવામાં આવે છે જેવી રીતે નવા સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સતર્કતાની મંજૂરી મળ્યા અને કેબિનેટની નિયુક્તિ સમિતિની સહમતી બાદ જ કરવામાં આવે છે.
રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર કોઇ પણ સભ્યને વધારાનો પદભાર આપવાની સત્તા માત્ર રેલવે મંત્રી પાસે છે. સીબીઆઇની સૂત્રો એમ જણાવે છે કે અત્યાર સુધી એવા કોઇ પુરાવા નથી મળ્યા જેમાં લાંચના તાસ સીધા બંસલ સાથે સંકળાયેલા હોવાનું દેખાતું હોય. આ અંગેની તપાસ હજી પ્રારંભિક સ્થિતિમાં જ છે. આરોપીઓની ગહત પૂછપરછ બાદ તેમની ધરપકડ અંગેના નિર્ણય લેવામાં આવશે.
સીબીઆઇનું કહેવું છે કે સિંગલાના ફોન કોલ્સની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે તે રેલવે મંત્રીના નજીકના અધિકારીઓના સંપર્કમાં રહેતો હતો. આ અધિકારીઓની તપાસ કરવી કે નહીં તે અંગે હજી સુધી સીબીઆઇ કોઇ નિર્ણય પર પહોંચી નથી. પણ તે કેટલાક મુદ્દે સ્પષ્ટતા માંગી શકે છે.












Click it and Unblock the Notifications
