તહેવારોમાં રેલવે યાત્રીની સુવિધામાં વધારો, દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો
festival special trains: હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. નવરાત્રી-દિવાળીની રજાઓમાં લોકો બહાર ફરવા જતા હોય છે. તો ઘણા લોકો બહાર કામ કરતા હોય તો તેઓ પોતાના વતન જાય છે. આવામાં લાંબી મુસાફરી માટે લોકો ટ્રેનનો પ્રવાસ કરતા હોય છે. ટ્રેનની ટિકિટ મળવી ઘણી મુશ્કેલ છે.
આવા સમયે રેલવે વિભાગ તરફથી મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. તહેવારોની સિઝનમાં વધતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ઘણી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ અંગે માહિતી આપી હતી કે, ભારતીય રેલવે દ્વારા ગત વર્ષની સરખામણીએ ઘણી વધારે ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે કારણે રેલવે મુસાફરોને ટિકિટ માટે રઝળવું નહીં પડે.
કોચ અને સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં મોટા વધારાની જાહેરાત કરતા કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોની ઉજવણી માટે ઘરે જતા 1 કરોડથી વધુ મુસાફરોને આ સુવિધા પૂરી પાડવામાં આવશે.

આ સાથે મુસાફરોને ઘરે જવાની સુવિધા આપવા માટે જનરલ ક્લાસ અને સ્પેશિયલ ટ્રેનોના વધારાના કોચ ચલાવવામાં આવશે. આ તહેવારોની સિઝનમાં 108 ટ્રેનોમાં જનરલ કોચ વધારવામાં આવ્યા છે.
છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે 12,500 કોચ મંજૂર કરવામાં આવ્યા હતા. 2024-25માં અત્યાર સુધીમાં કુલ 5,975 ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે. આ અગાઉ 2023-24માં તહેવારોની સિઝન દરમિયાન કુલ 4,429 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, તહેવારોની સિઝનમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા દર વર્ષે ડઝનબંધ વિશેષ ટ્રેનો ચલાવે છે. દેશના વિવિધ ભાગોમાંથી ખાસ કરીને પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહાર માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવે છે.
કેન્દ્રીય રેલવે મંત્રીએ અત્યાધુનિક સુરક્ષા પ્રણાલી કવચ 4.0 ના રોલ-આઉટ અંગે પણ ચર્ચા કરી હતી. 24 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં સિસ્ટમનું નિરીક્ષણ કર્યા બાદ, વૈષ્ણવે સવાઈ માધોપુરથી કવચ 4.0ના અમલીકરણની શરૂઆતની જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
