રેલવે ગેટ : કોંગ્રેસે આજે સાંજે બોલાવી કોર ગ્રુપની બેઠક

manmohan-sonia
નવી દિલ્હી, 4 મે : આજે બહાર આવેલા રેલવે કૌભાંડને પગલે મુશ્કેલીમાં મુકાયેલા રેલવે મંત્રી પવન બંસલને બચાવવા માટે કોંગ્રેસે તાબતતોડ કોર કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 5.30 વાગે મળવાની છે. આ દરમિયાન રેલવે મંત્રી પવન બંસલે રાજીનામુ આપ્યા હોવાની વાતો બહાર આવી છે. જો કે કોંગ્રેસ તરફથી જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું છે કે પવન બંસલ રાજીનામુ નહીં આપે. તેમણે પાર્ટી સમક્ષ પોતાની સફાઇ રજૂ કરી દીધી છે. દ્વિવેદીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે લોકોને રાજીનામા માંગવાનો રોગ છે. માનવામાં આવે છે કે આ ધરપકડથી રેલવેમાં એક મોટા રેકેટનો પર્દાફાશ થઇ શકે છે

ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ લાંચના આરોપમાં કેન્દ્રિય રેલ રેલવે મંત્રી પવન કુમાર બંસલના ભાણીયા વિજય સિંઘલાની ધરપકડ કરી છે. સીબીઆઇએ શુક્રવારે સાંજે મુંબઇમાં રેલવે બોર્ડના સભ્ય મહેશ કુમારની ધરપકડ કરી હતી. તેની પાસેથી 90 લાખ મળી આવ્યા હતા. સીબીઆઇએ પ્રમોશન માટે લાંચ આપવાના મુદ્દે મહેશ કુમાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

પુછપરછ દરમિયાન મહેશ કુમારે જણાવ્યું હતું કે આ રાશિ રેલવે મંત્રીના ભાણીયા વિજય સિંઘલા માટે લઇ જઇ રહ્યાં હતા. સીબીઆઇનું કહેવું છે કે રેલવે બોર્ડના સભ્ય મહેશ કુમાર પોતાની પોસ્ટિંગ બદલવા માંગતા હતા. તેને ગુરૂવારે રેલવે બોર્ડના સભ્યના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલાં મહેશ કુમાર પશ્વિમ રેલવેમાં જીએમ હતા.

સીબીઆઇએ મહેશ કુમાર અને અન્ય બે વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. મહેશ કુમાર ઉપરાંત જે અન્ય બે લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તે ચંદીગઢના છે. સીબીઆઇએ આ કેસમાં દિલ્હી અને મુંબઇમાં રેડ પાડી છે. ગુપ્ત અભિયાન હેઠળ સીબીઆઇએ મહેશ કુમારની ગતિવિધિઓ અને ફોન કોલ પર નજર રાખી અને લાંચની ચુકવણીના સમયે તેમને ઝડપી પાડ્યા. સિંગલા અને મંજૂનાથને શહેરમાં સીબીઆઇની ઓફિસમાં લાવવામાં આવ્યાં છે જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે.

મહેશ કુમાર પશ્વિમ રેલવેમાં મેનેજર હતા અને તેમને હાલમાં રેલવે બોર્ડમાં મેમ્બર તરીકે પ્રમોશન મળ્યું હતું. આ પદ ભારત સરકારના સચિવ બરાબર છે. મહેશ કુમાર આ પહેલાં પશ્વિમ રેલવેમાં જીએમના પદ પર હતા. જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર ફક્ત 36 કલાકમાં 'સૌથી મોટા ઇન્ટરલોકિંગ રૂટ'ને ચાલુ કરાવીને મહેશ કુમારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X