For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 મે સુધી લૉકડાઉન લંબાયા બાદ ટિકિટ બુકિંગ વિશે રેલવેએ આપ્યા નવા નિર્દેશ

કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે 3 મે સુધી લૉકડાઉન લંબાવવાના નિર્ણય બાદ રેલવેએ પણ મોટુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે 3 મે સુધી લૉકડાઉન લંબાવવાના નિર્ણય બાદ રેલવેએ પણ મોટુ એલાન કર્યુ છે. ભારતીય રેલવેએ પોતાની બધી પેસેન્જર સેવાઓને પણ 3 મે સુધી બંધ કરવાની ઘોષણા કરી છે. એટલે કે 3 મે સુધી હવે મુસાફરોને ટિકિટોની કોઈ બુકિંગ નહિ મળે અને જે મુસાફરોની ટિકિટ 15 એપ્રિલથી 3 સુધી માટે બુક છે તે બધાના ટિકિટના પૈસા રેલવે મુસાફરોને રિફંડ કરવામાં આવશે.

રેલવેએ 3 મે સુધી માટે બધી યાત્રી સેવાઓ સ્થગિત કરી

રેલવેએ 3 મે સુધી માટે બધી યાત્રી સેવાઓ સ્થગિત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી લૉકડાઉનને 3 મે સુધી માટે લંબાવવાના એલાન સાથે જ ભારતીય રેલવેએ બધી પેસેન્જર સેવાઓ પણ 3 મે સુધી સ્થગિત કરી દીધી છે. આ પહેલા ભારતીય રેલવેએ 14 એપ્રિલ સુધી માટે બધા યાત્રી સેવાઓ સ્થગિત કરી દીધી હતી પરંતુ તેણે 15 એપ્રિલથી નિર્ધારિત સમયપત્રક મુજબ ટિકિટનુ બુકિંગ ચાલુ રાખ્યુ હતુ. પીએમ મોદીના એલાન બાદ રેલ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતીય રેલવે બધી યાત્રી ટ્રેન સેવાઓ, મેલ-એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રોનો, ઉપનગરીય ટ્રેનો, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વેગેર 3 મેની રાત 12 વાગ્યા સુધી પહેલાની જેમ સ્થગિત રહેશે. આનો અર્થ એકે 3 મે સુધી દેશભરમાં કોઈ પણ યાત્રી ટ્રેન નહિ ચાલે અને જે મુસાફરોએ આ દરમિયાન કોઈ પણ ટ્રેનમાં પોતાની ટિકિટ બુક કરાવી રાખી છે, રેલવે એ બધા મુસાફરોના ટિકિટના પૈસા પૂરેપૂરા પાછા આપશે એટલે કે કોઈ કેન્સલેશન ચાર્જ નહિ લાગે.

મુસાફરોની ટિકિટના પૈસા પાછા મળશે

મુસાફરોની ટિકિટના પૈસા પાછા મળશે

જે મુસાફરોએ 3 મે સુધી કોઈ ટ્રેનમાં આઈઆરસીટીસી દ્વારા ઈ-ટિકિટ બુક કરાવી રાખી છે તેમણે પોતાની ટિકિટ કરાવવાની કોઈ જરૂર નહિ પડે અને તેમના ખાતામાં ટિકિટના પૈસા ખુદ જ રિફંડ કરી દેવામાં આવશે. જો કે જે મુસાફરો પાસે પીઆરએસ હેઠળ કાઉન્ટર ટિકિટ છે. તેમને કહેવામાં આવ્યુ છે કે લૉકડાઉન દરમિયાન ટિકિટ વાપસી માટે રેલવે સ્ટેશન કે રિઝર્વેશન કાઉન્ટર પર આવવાની ઉતાવળ ન કરો. આ હેતુથી રેલવેએ ટિકિટ કેન્સલ કરાવવાની સમયસીમા લંબાવી દીધી છે અને તેને લૉકડાઉન બાદ રદ કરાવી શકાય છે. માટે મુસાફરોએ લૉકડાઉનમા ટિકિટ કેન્સલનુ ટેન્શન લેવાની જરૂર નથી અને તેમના પૈસા પણ પાછા મળી જશે.

માલ અને પાર્સલ ટ્રેનો ચાલતી રહેશે

માલ અને પાર્સલ ટ્રેનો ચાલતી રહેશે

જો કે ભારતીય રેલવે જરૂરી વસ્તુઓની સપ્લાય ચાલુ રાખવા માટે માલ અને પાર્સલ ટ્રેનોનુ પરિચાલન પહેલાની જેમ ચાલુ રાખશે. હવે તો ઈ-કૉમર્સની મોટી કંપનીઓ જેવી કે ફ્લિપકાર્ટ અને ઈન્ડિયા પોસ્ટ પણ પોતાનો સામાન મોકલવા માટે પાર્સલ ટ્રેનોનો ઉપયોગ કરી રહ્યા છે. નેશનલ ટ્રાન્સપોર્ટર અત્યારે રેલવેના 58 રૂટો પર 109 પાર્સલ ટ્રેનોનુ સંચાલન કરી રહ્યુ છે. એટલુ જ નહિ કોરોના વાયરસ મહામારી સામે નિપટવા માટે ભારતીય રેલવે પોતાના ઉત્પાદન યુનિટના સમય મુજબ ઉપયોગી ઉત્પાદનોમાં લાગેલુ છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ 3 મે સુધી જ કેમ લંબાવ્યુ લૉકડાઉન, આ છે કારણઆ પણ વાંચોઃ પીએમ મોદીએ 3 મે સુધી જ કેમ લંબાવ્યુ લૉકડાઉન, આ છે કારણ

English summary
Railway's new directive for ticket booking after LOCKDOWN increases till 3 May
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X