Weather : ઠંડી વચ્ચે આ રાજ્યોમાં થશે વરસાદ, જાણો હવામાન અપડેટ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, શિળાયા વચ્ચે ઠંડીની લહેરમાં વધારો થવાની શક્યતા છે. આ વચ્ચે ઘણા રાજ્યમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
Weather : દેશમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. આવા સમયે દેશમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આ સાથે ઘણા રાજ્યોમાં ઠંડી રેકોર્ડ તોડી રહી છે. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઠંડા વાતાવરણ વચ્ચે આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 કલાકમાં નિકોબાર ટાપુઓમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત મહારાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાંઆવી છે.

ઉત્તરાખંડ, રાજસ્થાન અને હિમાચલમાં કોલ્ડ વેવ એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગ દ્વારા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 17 થી 18 ડિસેમ્બર સુધી કોલ્ડવેવનીસ્થિતિની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પંજાબ અને હરિયાણામાં પણ તાપમાનનો પારો નીચે ગગડી શકે છે.

બિહારમાં શિયાળામાં આઠ વર્ષનો રેકોર્ડ તૂટશે
બિહારમાં શિયાળામાં છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. કટિહાર, બેગુસરાય, ખગરિયા, છપરા, બક્સર, આરા સહિતના ઘણા જિલ્લાઓમાં25 ડિસેમ્બરથી રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
