રાજ કુંદ્રાએ મને હોટશોટ્સ એપ્લિકેશન પર કામ કરવાની ઓફર કરી હતી, મોડલનો આરોપ

એક તરફ પોલીસ કહી રહી છે કે આ કેસ અંગે પુરાવા છે, તો બીજી તરફ, યુટ્યુબ પર કૌર બ્યૂટી નામની ચેનલ ચલાવનાર મોડલ અને યુટ્યુબર પુનીત કૌરે પણ આ મામલે એક ખુલાસો કર્યો છે.

પોર્ન કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક તરફ પોલીસ કહી રહી છે કે આ કેસ અંગે પુરાવા છે, તો બીજી તરફ, યુટ્યુબ પર કૌર બ્યૂટી નામની ચેનલ ચલાવનાર મોડલ અને યુટ્યુબર પુનીત કૌરે પણ આ મામલે એક ખુલાસો કર્યો છે. પુનીત કૌરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવ્યું છે કે, રાજ કુંદ્રાએ તેનો સંપર્ક કર્યો હતો અને પુનીત કૌરને વીડિયો બનાવવા પણ કહ્યું હતુ.યુટ્યુબર પુનીત કૌરની આ પોસ્ટે રાજ કુન્દ્રાની હાલત વધારે ખરાબ કરી છે. આ ખુલાસાથી હંગામો સર્જાયો છે.

મોડલને લાલચ અપાતી હતી

મોડલને લાલચ અપાતી હતી

પોર્ન ફિલ્મ કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ બાદ મુંબઈ પોલીસે આરોપ લગાવ્યો છે કે રાજ કુંદ્રા મોટા બેનરની ફિલ્મોમાં કામ કરવાની લાલચ આપીને નવી મોડલ અને છોકરીઓને પોર્ન ઇન્ડસ્ટ્રી તરફ દોરી જતા હતા. આ માટે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. પુનીત કૌરે પણ આ અંગે પોતાની ઇન્સ્ટાગ્રામ પર પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

હોટશોટ્સ પર કામ કરવા પુનીત કૌરને ઓફર કરી હતી

હોટશોટ્સ પર કામ કરવા પુનીત કૌરને ઓફર કરી હતી

રાજ કુંદ્રાએ મોબાઇલ એપ હોટશોટ્સ પર કામ કરવા માટે પુનીત કૌરનો સંપર્ક કર્યો. પુનીત કૌરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાજ કુંદ્રાની ધરપકડના સમાચાર શેર કરતી વખતે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પહેલી પોસ્ટમાં પુનીત કૌરે લખ્યું છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજે એપ્લિકેશનમાં કામ કરવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. તેના મિત્રને ટેગ કરતા પુનીત કૌરે આ વાતનો ખુલાસો કર્યો છે. પુનીત કૌરે મિત્રને ટેગ કરતી વખતે લખ્યું છે કે ભાઈ, તમને અમારો વેરિફાઇડ ડીએમ વીડિયો યાદ છે. જ્યાં તેને મારો સંપર્ક કર્યો હતો. પુનીત કૌરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું છે કે તે જેલમાં સડવું જોઈએ.

પુનીત કૌરે ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં જાણકારી આપી

પુનીત કૌરે ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં જાણકારી આપી

પુનીત કૌરે પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરીની બીજી પોસ્ટમાં લખ્યું છે કે, રાજ કુંદ્રાનો આ સંદેશ એક સ્પમ મેસેજ હોવાનું તેણે માન્યુ હતુ, પરંતુ હવે હું કલ્પના પણ નથી કરી શકતી કે આ માણસ લોકોને લોભાવતો હતો. હવે તે વ્યક્તિ જેલમાં સડી રહ્યો છે.

તે હવે જેલમાં સડી રહ્યો છે-પુનિત કૌર

તે હવે જેલમાં સડી રહ્યો છે-પુનિત કૌર

આપને જણાવી દઈએ કે પૂનીત કૌર પહેલા પૂનમ પાંડે અને શર્લિન ચોપડા પણ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપો લગાવી ચૂક્યા છે. હાલ રાજ કુંદ્રાને પોલીસ કસ્ટડીમાં મોકલાયો છે. રાજ કુંદ્રાના આ કેસમાં પોલીસ તેની કામગીરી ઝડપથી કરી રહી છે. આ મામલે પોલીસ અન્ય લોકોની ધરપકડ પણ કરી રહી છે. પંજાબી ગાયક મિકા સિંહે રાજ કુંદ્રા કેસ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે મેં એક એપ જોઈ હતી. તે સામાન્ય છે. રાજ કુન્દ્રા એક સારા વ્યક્તિ છે. હકિકત શું છે તે ફક્ત કોર્ટ જ જણાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X