રાજસ્થાનઃ ધોલપુરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દૂર્ઘટના, 10ના મોત

રાજસ્થાનના ધોલપુરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન એક મોટી દૂર્ઘટના બની ગઈ, અહીં પાર્વતી નદીમાં 10 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.

રાજસ્થાનના ધોલપુરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન એક મોટી દૂર્ઘટના બની ગઈ, અહીં પાર્વતી નદીમાં 10 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ દર્દનાક દૂર્ઘટના કાલે દીહોલી વિસ્તારમાં મહંદપુરા ગામ પાસે ભૂરા ઘાટ પર બની. વાસ્તવમાં બપોરે બે વાગે મહંમદપુરા ગામના અમુક લોકો ચંબલ નદીમાં મૂર્તિ વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા.

river

આ દરમિયાન બે યુવકો નદીમાં ન્હાવા માટે જતા રહ્યા અને ઝડપી વહેણમાં તણાઈ ગયા. પછી તેમને બચાવવા માટે ઘણા યુવક નદીમાં ઉતરી ગયા પરંતુ તે બધા વહેણમાં વહી ગયા. હાલમાં સ્થાનિક લોકોની સૂચના પર બચાવ દળની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યુ.

નાગૌરમાં પણ બની દૂર્ઘટના

દશેરાની ખુશીઓ દરમિયાન રાજસ્થાનના નાગૌરમાં પણ કાલે મોટી દૂર્ઘટના બની ગઈ. જિલ્લાના થાંવલા પોલિસ સ્ટેશન વિસ્તારના કોડ ગામમાં મૂર્તિ વિસર્જન દરમિયાન ચાર યુવકો ડૂબી ગયા. ડૂબવાથી ત્રણ યુવકો રવિ, રામનિવાસ અને પવનના મોત થઈ ગયા. વળી ચોથી યુવક રામદેવને ગ્રામીણોએ બચાવી લીધો. સુચના મળવા પર થાંવલા પોલિસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી. ચોથા યુવક રામદેવની સ્થિતિ નાજુક હોવાથી તેને ઈલાજ માટે અજમેર રીફર કરી દેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X