Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

rajasthan assembly election 2023: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારો છઠ્ઠી યાદી, જાણો કોને કઇ બેઠક પરથી મળી ટીકિટ?

Rajasthan assembly election 2023: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પાર્ટી દ્વારા 23 બેઠકો પર ઉમેદવારોનું એલાન કરવામાં આવ્યું છે.

હવે માત્ર 21 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે - છ યાદીઓ સહિત કોંગ્રેસે અત્યાર સુધીમાં 179 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. હવે માત્ર 21 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. જયપુરની એક જોતવારા સીટ હાલમાં હોલ્ડ પર રાખવામાં આવી છે. અહીં પાર્ટી મોટા ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.

Rajasthan assembly election 2023

કોંગ્રેસની યાદીમાં શું છે ખાસ?

  • 13 બેઠકો પર નવા ઉમેદવારોને તક મળશે
  • મંત્રી મહેશ જોશીની ટિકિટ કપાઇ
  • જોધપુર સૂરસાગરથી છેલ્લી ચૂંટણી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર અયુબ ખાનના પુત્રને ટિકિટ આપવામાં આવી
  • RLD માટે ભરતપુર સીટ છોડી, સુભાષ ગર્ગ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા

કોને કઇ બેઠક પરથી મળી ટીકિટ

  • લાડપુરા પરથી નઈમુદ્દીન ગુડ્ડુ
  • આહોર પરથી સરોજ ચૌધરી
  • પિલાની પરથી પિતરમ કલા
  • શાહપુરા પરથી મનીષ યાદવ
  • ચોમુ પરથી શિખા બરાલા
  • સાંગરીયા પરથી અભિમન્યુ પુનિયા
  • વિદ્યાધર નગર પરથી સીતારામ અગ્રવાલ
  • અલવર શહેર પરથી અજય અગ્રવાલ
  • આમેર પરથી પ્રશાંત શર્મા
  • જામવરમગઢ પરથી ગોપાલ મીના
  • શ્રી ડુંગરગઢ પરથી મંગલારામ ગોદરા
  • લોહાવત પરથી કિષ્નારામ બિશ્નોઈ
  • માલપુરા પરથી ઘસીલાલ ચૌધરી
  • હવામહેલ પરથી આરઆર તિવારી
  • દાતારામગઢ પરથી વીરેન્દ્ર સિંહ
  • મેડતા પરથી શિવરતન વાલ્મીકિ
  • ખિંવસર પરથી સહદેવ ચૌધરી કે દુર્ગ સિંહ
  • પિલાની પરથી પ્રીતરામ કલા
  • ભાદરા પરથી અનિતા બેનીવાલ
  • ભરતપુર પરથી સુભાષ ગર્ગ
  • સૂરસાગર પરથી શહજાદ ખાનન
  • ચોરાસી પરથી તારાચંદ ભગોરા
  • ફલોદી પરથી પ્રકાશ છગાણી

આ પહેલા કોંગ્રેસે પાંચ યાદી જાહેર કરી છે - આ પહેલા કોંગ્રેસ દ્વારા પાંચ યાદી બહાર પાડવામાં આવી છે. જેમાંથી પાર્ટીએ 156 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 33, બીજીમાં 44 અને ત્રીજી યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્યારે ચોથી અને પાંચમી યાદી 31 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી હતી. જેમાં ચોથી યાદીમાં 56 અને પાંચમી યાદીમાં પાંચ નામોની જાહેરાત કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X