મોદીના પ્રશંસકે લગ્નની કંકોત્રી પર છપાવ્યો મોદીનો ફોટો

Posted By:
Subscribe to Oneindia News

જયપુર, 31 જાન્યુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો દરેક ફેન બની ગયો છે. પરંતુ રાજસ્થાનમાં એક યુગલની આવી દિવાનગીએ બધાને આશ્વર્યમાં મુકી દિધા છે. અત્યાર સુધી તો નરેન્દ્ર મોદીના નામનું ટેટૂ, ટોપી, ટી શર્ટ, પોસ્ટર, ચા અને જ્યૂસ વગેરે સાંભળ્યું અને જોયું હશે.

પરંતુ લગ્નના કાર્ડ પર નરેન્દ્ર મોદીનો ફોટો તમે ક્યારેય જોયો નહી હોય. જી હાં નરેન્દ્ર મોદીના એક પ્રશંસકે તેમના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે પોતાના લગ્નના કાર્ડ પર તેમનો ફોટો છપાવ્યો છે.

narendra-modi-photo-on-wedding-card

લગ્નની કંકોત્રી પર ભગવાન ગણેશ ઉપરાંત નરેન્દ્ર મોદીનો ફોટો છપાવ્યો છે. રાજસ્થાનના આ કપલનું કહેવું છે કે નરેન્દ્ર મોદી આ સન્માનના હકદાર છે. નરેન્દ્ર મોદીના પ્રશંસક અક્ષયે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનો ફોટો પોતાના લગ્ન કાર્ડ પર છપાવવો સારો લાગ્યો, આ અમારા માટે સારું નસીબ લઇને આવશે.

અક્ષયે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક મહાન વ્યક્તિ છે અને તે આપણા દેશના આગામી વડાપ્રધાન છે. હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને કે નહી તે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ખબર પડશે પરંતુ એટલું તો નક્કી છે કે નરેન્દ્ર મોદીના પ્રશંસકો તેમના માટે કંઇપણ કરવા તૈયાર છે.

English summary
A Rajasthani family printing Narendra Modi's picture at the wedding invitation card of their daughter.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.