Congress Candidate List: રાજસ્થાન ચૂંટણીમાં કોંગ્રેસની પહેલી યાદીમાં 100 ઉમેદવારોને મળશે ટિકિટ
Rajasthan Congress Candidates: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ બીજા દિવસે ગુરુવારે રાજસ્થાન કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે 200 સીટોની પ્રથમ યાદીમાં 106 ઉમેદવારોના નામ પર બુધવારે સવારે 9 વાગ્યાથી કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં ચર્ચા થઈ રહી છે. આમાંથી પાંચ-છ નામો પર સર્વસંમતિ સધાઈ શકી નથી.

કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકમાં 106 નામોની સિંગલ પેનલ રાખવામાં આવી હતી, જેમાં વાંધાઓના કારણે છ ઉમેદવારોના નામો પર રોક લગાવવામાં આવી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ રાજસ્થાનમાં પોતાની પ્રથમ યાદીમાં 100 ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે.
રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરા, રાજ્ય પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા સીઈસીની બેઠકમાં સામેલ થયા હતા. મંગળવારે ગૌરવ ગોગોઈ, સીએમ અશોક ગેહલો, રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સીપી જોશી, CWC સભ્ય સચિન પાયલટ, PCC ચીફ ગોવિંદ સિંહ દોતાસરા સહિત ઘણા સભ્યો હાજર હતા.
નોંધનીય છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં 25મી નવેમ્બરે મતદાન છે અને મતગણતરી 3જી ડિસેમ્બરે છે. 9 ઓક્ટોબરે આચારસંહિતા લાગુ થતાં, ભાજપે 41 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં સાત સાંસદોને પણ ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસ હજુ સુધી એક પણ યાદી બહાર પાડી શકી નથી.












Click it and Unblock the Notifications
