Rajasthan Election: રાજસ્થાનમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ - મને રાજનીતિ નથી આવડતી, કામ કરતા આવડે છે..
Rajasthan Election: આમ આદમી પાર્ટી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. મંગળવારે, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં નીમ કા થાણા અને થાનાગાજીમાં રોડ શો કર્યો.
આ પ્રસંગે કેજરીવાલે કહ્યું કે હું એન્જિનિયર છું, મને રાજકારણ નથી આવડતુ, કામ કરતા આવડે છે. સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું કે 10 વર્ષ પહેલા બનેલી પાર્ટી બે રાજ્યોમાં સત્તા પર છે. દિલ્હી સરકારના વખાણ કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી ઈમાનદાર અને દેશભક્ત લોકોની પાર્ટી છે.

કેજરીવાલની સાથે ભગવંત માને પણ પોતાના વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સીએમ માને કહ્યું કે મોદીને ચા બનાવતા નથી આવડતી? કેન્દ્ર સરકાર પર ખોટા વચનો આપવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે એવા લોકોને પસંદ કરો, જે તમારી વચ્ચે રહેતા હોય. તેમણે વધુમાં કહ્યું કે અમે દિલ્હી અને પંજાબમાં સાક્ષી બનીને જોયુ છે. જનતા પોતાનો નિર્ણય લઈ શકે છે.












Click it and Unblock the Notifications
