For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ ત્રણવાર ધારાસભ્ય રહેલ ઘનશ્યામ તિવારીની જમાનત પણ જપ્ત

રાજસ્થાનઃ ઘનશ્યામ તિવારીની જમાનત પણ જપ્ત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ત્રણવાર ધારાસભ્ય રહેલ ઘનશ્યામ તિવારી રાજસ્થાનની સાંગાનેર સીટ પર ચૂંટણી હારી ગયા. અહીંથી ત્રણવાર ધારાસભ્ય રહી ચૂકેલ ઘનશ્યામ તિવારી પોતાની જમાનત પણ ન બચાવી શક્યા અને ત્રીજા નંબર પર ખસકી ગયા. સતત ત્રણ વાર ધારાસભ્ય રહેલ ઘનશ્યામ તિવારી ભાજપથી અલગ થઈને પોતાની ભારત વાહિની પાર્ટી બનાવી અને પોતાની પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી મેદાનમાં ઉતર્યા. ભાજપના કદાવર નેતા ઘનશ્યામ તિવારી 17 હજાર વોટથી મેળવી શકે છે.

આ ચૂંટણીમાં ન બચી જમાનત

આ ચૂંટણીમાં ન બચી જમાનત

ઘનશ્યામ તિવરીને સીટ પર જમાનત બચાવવા માટે 16.5 ટકા વોટની જરૂરત હતી. તેમને 2.11 લાક વોટમાંથી 35 હજાર વોટ મળવા જરૂરી હતા, પરંતુ 17 હજાર વોટ પર જ તેમની ગાડી અટકી ગઈ અને જમાનત પણ જપ્ત થઈ ગઈ. સંગાનેર સીટથી ભાજપના અશોક લોહાટીએ 107947 વોટ મેળવીને જીત હાંસલ કરી. કોંગ્રેસને 72542 અને ત્રીજા નંબર પર રહેલ ઘનશ્યામ તિવારીને 17371 વોટ મળ્યા.

ત્રણવાર સંગાનેરથી ધારાસભ્ય રહ્યા

ત્રણવાર સંગાનેરથી ધારાસભ્ય રહ્યા

ઘનશ્યામ તિવારી 2003થી 2013 સુધી ત્રણ વાર સંગાનેર સીટથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા. આ વખતે તેઓ પોતાની સીટ બચાવવામાં નિષ્ફળ રહ્યા. આ સરકારમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેથી તેમની બની ન શકી અને ચૂંટણી પહેલા જ તેમણે ભાજપ છોડીને પોતાની પાર્ટી બનાવી અને 62 સીટ પર ખુદના ઉમેદવાર ઉતાર્યા હતા.

રાજસ્થાનમાં કોંગ્રેસની જીત

રાજસ્થાનમાં કોંગ્રેસની જીત

રાજસ્થાનમાં સાત ડિસેમ્બરે 199 સીટ પર થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. મંગળવારે આવેલ પરિણામમાં કોંગ્રેસ અને સહયોગીઓએ 101 સીટ સાથે બહુમતનો આંકડો ટચ કરી લીધો. રાજસ્થાનમાં કોંગ્રેસે 99, ભાજપે 73, બસપાએ 6, સીપીઆઈ(એમ)એ 2, ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ 2, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ 3, રાષ્ટ્રીય લોકદળે 1 અને નિર્દળીયોએ 13 સીટ પર જીત હાંસલ કરી છે.

ફાઈનલ રિઝલ્ટ બાદ રાજસ્થાનમાં કેટલા સફળ રહ્યા એક્ઝિટ પોલ્સ ફાઈનલ રિઝલ્ટ બાદ રાજસ્થાનમાં કેટલા સફળ રહ્યા એક્ઝિટ પોલ્સ

English summary
rajasthan election results 2018 ghanshyam tiwari lost form sanganer seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X