For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ બાડમેરમાં રામકથા દરમિયાન ટેન્ટ પડતા વીજ કરન્ટથી 14ના મોત

રાજસ્થાનના બાડમેરમાં રવિવારે રામકથા દરમિયાન અચાનક આવેલા વરસાદ અને તોફાનના કારણે ટેન્ટ પડી ગયો જેના કારણે 14 લોકોના મોત નીપજ્યા છે અને 30થી વધુ લોકો ઘાયલ થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના બાડમેરમાં રવિવારે રામકથા દરમિયાન અચાનક આવેલા વરસાદ અને તોફાનના કારણે ટેન્ટ પડી ગયો જેના કારણે 14 લોકોના મોત નીપજ્યા છે અને 30થી વધુ લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલોને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તોફાન એટલુ તેજ હતુ કે લોકોને બચવાનો મોકો જ ન મળ્યો. વરસાદના કરાણે ટેન્ટમાં કરન્ટ પણ ફેલાઈ ગયો. પીએમ મોદીએ બાડમેરની આ ઘટનાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

rajasthan badmer

બાડમેરની ઘટનાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવીને પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, 'રાજસ્થાનના બાડમેરમાં ટેન્ટ પડવાની ઘટના ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે, મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છુ.' ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ અને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. જ્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ.

અશોક ગેહલોતે ટ્વીટ કર્યુ, 'જસોલ, બાડમેરમાં રામકથા દરમિયાન ટેન્ટ પડવાથી થયેલી દૂર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના જીવ જવાની જાણકારી અત્યંત દુઃખદ, દૂર્ભાગ્યપૂર્ણ છે. ઈશ્વરને દિવંગતોના આત્માની શાંતિ આપીને શોકાતુર પરિવારજનો સહનશક્તિ આપવાની પ્રાર્થના છે. ઘાયલોને ત્વરિત સ્વાસ્થ્ય લાભની કામના કરુ છુ.'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બાડમેરની ઘટના પર શોક વ્યક્ત કર્યો. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, 'જસોલ, બાડમેરમાં રામકથા દરમિયાન ટેન્ટ પડવાથી થયેલી દૂર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના જીવ જવાની માહિતી અત્યંત દુઃખદ અને દૂર્ભાગ્યપૂર્ણ છે. ઈશ્વર દિવંગતોના આત્માને શાંતિ અર્પે અને શોકાતુર પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે. ઘાયલોને ત્વરિત સ્વાસ્થ્ય લાભની કામના કરુ છુ.'

ટેન્ટ પડતા જ ભાગદોડ મચી ગઈ, વરસાદના કારણે ટેન્ટની આસપાસ ઘણો કીચડ થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે ઘણા લોકોના મોત શ્વાસ રૂંધાવાના કારણે અને કરન્ટ લાગવાના કારણે થયો. પૂર્વ સીએમ વસુંધરા રાજેએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ અને ભાજપના કાર્યકર્તાએને બાડમેર દૂર્ઘટનામાં ઘાયલ લોકોની મદદ કરવાની અપીલ કરી.

આ પણ વાંચોઃ પત્રકારની કાર પર ઈંડા ફેક્યા, ઉભી ના રાખી તો ગોળી મારીઆ પણ વાંચોઃ પત્રકારની કાર પર ઈંડા ફેક્યા, ઉભી ના રાખી તો ગોળી મારી

English summary
Rajasthan: pandaal in Barmer collapsed, several dead pm modi and amit shah expressed condolences
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X