For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં ભાજપને અત્યારે ફ્લોર ટેસ્ટની જરૂર નથીઃ ગુલાબચંદ કટારિયા

ફ્લોર ટેસ્ટની માંગ પર ભાજપનુ નિવેદન પાયલટ જૂથથી અલગ છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમં છેલ્લા એક અઠવાડિયાથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. આ દરમિયાન મંગળવારે રાજસ્થાન કોંગ્રેસે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પીસીસી ચીફના પદ પરથી હટાવી દીધા. તેમની સાથે જ બે અન્ય મંત્રીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી. આ દરમિયાન પાયલટ જૂથે દાવો કર્યો હતો કે ગહેલોત સરકાર લઘુમતમાં છે. માટે ફ્લોર ટેસ્ટ કરાવવો જોઈએ. વળી, ફ્લોર ટેસ્ટની માંગ પર ભાજપનુ નિવેદન પાયલટ જૂથથી અલગ છે.

અમારે અત્યારે ફ્લોર ટેસ્ટની જરૂર નથી

અમારે અત્યારે ફ્લોર ટેસ્ટની જરૂર નથી

આ બાબતે રાજસ્થાન ભાજપના વરિષ્ઠ નેતા અને વિપક્ષ ગુલાબ ચંદ કટારિયાએ કહ્યુ કે અમારે અત્યારે ફ્લોર ટેસ્ટની જરૂર નથી. જો આની જરૂર લાગશે તો પાર્ટી બેઠક કરીને આના પર નિર્ણય લેશે. તેમણે કહ્યુ કે અમે બેઠકનો સમય સચિન પાયલટની પ્રેસ કૉન્ફરન્સના આધારે નક્કી કર્યો હતો પરંતુ અત્યારે તેને રદ કરી દેવામાં આવી છે. વળી, પૂર્વ સીએમ વસુંધરા રાજેને સાંજ સુધી જયપુર પહોંચવા માટે કહેવામાં આવ્યુ છે.

ભાજપના નહિ જાય પાયલટ

ભાજપના નહિ જાય પાયલટ

સચિન પાયલટે કહ્યુ કે ભાજપમાં શામેલ થવા વિશે એક ખોટો એજન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે. મે ભાજપ સાથે લડાઈ લડી છે અને હરાવી છે તો હું ભાજપ કેમ જોઈન કરીશ. હાલમાં માત્ર એટલુ કહી શકુ કે લોકો માટે કામ કરવાનુ ચાલુ રાખીશ. તમને જણાવી દઈએ કે ગહેલોત સાથે વિદ્રોહ બાદ એ ચર્ચા હતી કે પાયલટ પોતાના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ ભાજપ જોઈને કરી લેશે.

ભાજપને રોકવાનો કોંગ્રેસનો નવો પ્લાન

ભાજપને રોકવાનો કોંગ્રેસનો નવો પ્લાન

સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવાયા બાદ કોંગ્રેસ હવે તેમને વિધાનસભાથી અયોગ્ય ઘોષિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. વિધાનસભા સ્પીકરે સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 વિદ્રોહી ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવાના આરોપમાં અયોગ્ય ગણવા માટે નોટિસ મોકલી શુ્ક્રવારે જવાબ માંગ્યો છે. વાસ્તવમાં આ પગલાં દ્વારા કોંગ્રેસ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ હોવાની સ્થિતિમાં બહુમતના આંકડાને ઘટાડવા ઈચ્છે છે.

સીબીએસઈ ધોરણ 10નુ પરિણામ જાહેર, 91.46% છાત્રો થયા પાસસીબીએસઈ ધોરણ 10નુ પરિણામ જાહેર, 91.46% છાત્રો થયા પાસ

English summary
Rajasthan political crisis: BJP said We do not need floor test now
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X