For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL ભ્રષ્ટાચારની તપાસ કરનાર અધિકારીનો દાવો, રાજ કુંદ્રાના બુકી સાથે સંબંધ

આઈપીએલ ભ્રષ્ટાચારની તપાસ કરી રહેલ એક અધિકારીનો દાવો છે કે રાજસ્થાન રોયલ્સના સહ માલિક રાજ કુંદ્રાના બુકી સાથે સંબંધ હતા.

|
Google Oneindia Gujarati News

આઈપીએલ ભ્રષ્ટાચારની તપાસ કરી રહેલ એક અધિકારીનો દાવો છે કે રાજસ્થાન રોયલ્સના સહ માલિક રાજ કુંદ્રાના બુકી સાથે સંબંધ હતા. રાજ કુંદ્રા જો કે વારંવાર મનાઈ કરતા રહ્યા કે તેમને કોઈ બુકી સાથે સંબંધ નહોતા. અધિકારીએ જણાવ્યુ કે જ્યારે કુંદ્રાને એ ગિફ્ટની યાદ અપાવવામાં આવી જે તેમને એક બુકીએ આપી હતી ત્યારે તે ચોંકી ગયા હતા. તમને જણાવી દઈએ કે આઈપીએલ ભ્રષ્ટાચાર મામલે સીએસકે અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો.

આઈપીએલ ભ્રષ્ટાચાર મામલે નવો વળાંક

આઈપીએલ ભ્રષ્ટાચાર મામલે નવો વળાંક

ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર આઈપીએલ ભ્રષ્ટાચાર મામલાની તપાસ કરી રહેલ બી બી મિશ્રાએ જણાવ્યુ કે જ્યારે રાજ કુંદ્રાની પૂછપરછ કરવામાં આવી તો શરૂઆતમાં તેમણે કંઈ પણ માનવાનો ઈનકાર કરી દીધો પરંતુ જ્યારે તેમની સામે બુકીનું નિવેદન રાખવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યુ કે તે એક બુકીને બે વાર મળ્યા હતા અને તેણે એક ગિફ્ટ પણ આપી હતી. જો કે તે કહેતા રહ્યા કે આ બધુ અજાણતા થયુ.

આ પણ વાંચોઃએશિયન ગેમ્સ 2018: મહિલા કબડ્ડીમાં ભારતને હરાવનાર ભારતીય મહિલાઆ પણ વાંચોઃએશિયન ગેમ્સ 2018: મહિલા કબડ્ડીમાં ભારતને હરાવનાર ભારતીય મહિલા

સોનાની ચેન અને પ્રસાદ આપ્યો હતો બુકીએ

સોનાની ચેન અને પ્રસાદ આપ્યો હતો બુકીએ

પૂછપરછ દરમિયાન કુંદ્રાએ જણાવ્યુ કે તે બુકીને નહોતા જાણતા પરંતુ તેનો નંબર તેમના મોબાઈલમાં હતો. તેમણે કહ્યુ કે તે નંબર એટલા માટે સેવ કર્યો હતો કે તે જાણી શકે કે આ એક બુકીનો નંબર છે અને તેને અટેન્ડ નથી કરવાનો. પરંતુ જ્યારે પૂછવામાં આવ્યુ કે જો તેમનો ફોન નહોતો ઉઠાવવાનો તો તેની ગિફ્ટ કેમ લીધી? ત્યારે કુંદ્રાએ કહ્યુ કે તે નહોતો જાણતો કે તે એક બુકી છે. તેણે મારા દીકરા માટે એક ગ્રામ સોનાની ચેન અને થોડો પ્રસાદ આપ્યો હતો પરંતુ તેમણે લેવાનો ઈનકાર કરી દીધો હતો તેમછતાં તે વોચમેનને આપીને જતો રહ્યો હતો.

કુંદ્રાએ કહ્યુ, ‘તે નહોતો જાણતો કે ગિફ્ટ આપનાર બુકી છે'

કુંદ્રાએ કહ્યુ, ‘તે નહોતો જાણતો કે ગિફ્ટ આપનાર બુકી છે'

રાજ કુંદ્રાએ કહ્યુ કે, ‘કોઈના ચહેરા પર લખ્યુ નથી હોતુ કે તે બુકી છે. પહેલી વાર એક દોસ્તની પાર્ટીમાં તેની સાથે મુલાકાત થઈ હતી અને તેણે મેચની એક ટિકિટ માંગી હતી કે જે મારા ગાર્ડે તેને આપી દીધી હતી. ત્યારબાદ તે પ્રસાદ સાથે ગિફ્ટ લઈને મારા ઘર આવ્યો હતો. ત્યારે હું ક્યાંક બહાર જતો હતો અને તેની સાથે વધુ વાત નહોતી થઈ. મે તેની સાથે કોઈ ડીલ કરી નથી.'

આ પણ વાંચોઃ કેરળ પૂરઃ યુએઈની 700 કરોડની મદદની રજૂઆત પર સીએમનું જૂઠ પકડાયુઆ પણ વાંચોઃ કેરળ પૂરઃ યુએઈની 700 કરોડની મદદની રજૂઆત પર સીએમનું જૂઠ પકડાયુ

English summary
Rajasthan Royals co-owner had contact with bookie, says case investigator bb mishra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X