Rajasthan Police: કૉન્સ્ટેબલની 5 વર્ષની દીકરી સાથે હેવાનિયત કરનાર આરોપી SIની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં તોડફોડ
Rajasthan Police: રાજસ્થાનના દૌસા જિલ્લાના રાહુવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સબ ઈન્સ્પેક્ટર દ્વારા પાંચ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપી SIની ધરપકડ કરી છે.
રાજસ્થાન પોલીસ કૉન્સ્ટેબલની માસૂમ પુત્રી પર એસઆઈ ભૂપેન્દ્ર સિંહે બળાત્કાર કર્યાની ઘટના બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો તેમજ તોડફોડ કરી હતી.

દૌસા જિલ્લાના રાહુવાસ પોલીસ સ્ટેશનમાં લોકોનું પ્રદર્શન જોઈને બળાત્કારના આરોપી એસઆઈએ પોલીસ સ્ટેશન પરિસરમાં જ એક રૂમમાં પોતાને બંધ કરી દીધો હતો. લોકો રૂમની બારી તોડીને આરોપી એસઆઈને બહાર લઈ ગયા અને તેને મારતા-મારતા ચોક સુધી લઈ ગયા હતા.
દૌસામાં પોલીસકર્મી દ્વારા પોતાના જ સાથીદારની માસૂમ બાળકી પર બળાત્કારના મામલાને લઈને પણ રાજનીતિ થઈ રહી છે. સવાઈ માધોપુરના ભાજપના ઉમેદવાર અને રાજ્યસભાના સાંસદ ડૉ. કિરોડીલાલ મીણાએ રાહુલવાસ પોલીસ સ્ટેશનની બહાર લોકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને કાર્યવાહીની માંગ કરી.
અહીં તારાનગરના ભાજપના ઉમેદવાર અને વિરોધ પક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, દૌસાની બાળકી સાથેની ક્રૂરતાની ઘટના નિંદનીય છે. રાજસ્થાન સરકારના કપાળ પરનો આ એક શરમજનક કલંક છે, જે ક્યારેય ઓછુ નહીં થાય.
વિરોધ કરી રહેલા લોકોએ એએસઆઈ છોટાલાલ અને કૉન્સ્ટેબલ ટીકારામ પર આરોપી એસઆઈ ભૂપેન્દ્ર સિંહને ભગાડવાનો અને પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો. એએસઆઈ છોટાલાલ પાડોશમાં ભાડાના મકાનમાં રહે છે. ભરતપુરનો રહેવાસી આરોપી ભૂપેન્દ્ર સિંહ અવારનવાર ત્યાં આવતો હતો.
તે શુક્રવારે બપોરે પણ આવ્યો હતો અને નશામાં હતો. તેણે છોકરીને 50 રૂપિયાની નોટ બતાવીને રૂમમાં બોલાવી અને તેની સાથે હેવાનિયત કરી. જ્યારે યુવતીએ બૂમા-બૂમ કરી ત્યારે આસપાસના લોકોએ તેને બચાવી લીધી.
એસપી વંદિતા રાણાનું કહેવું છે કે બાળકીને દૌસાની જિલ્લા હૉસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી છે. POCSOમાં કેસ નોંધવામાં આવ્યો છે. મોડી રાત્રે આરોપી એસઆઈ ભૂપેન્દ્ર સિંહને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.
बाबा @DrKirodilalBJP जी को न्याय का देवता ऐसे ही नहीं कहा जाता है राजस्थान के दौसा में पुलिसकर्मी ने एक 4 साल की बच्ची से दुष्कर्म किया है बच्ची को न्याय दिलाने के लिये बाबा चुनाव प्रचार छोड़कर राहुवास थाने पहुंच गए हैं! pic.twitter.com/TZtM0cHzkv
— Rajesh khora (@Rajeshkhora88) November 10, 2023












Click it and Unblock the Notifications
