Rajasthan : વસુંધરા રાજેએ એક વર્ષ માટે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ માંગ્યુ-સુત્રો
ત્રણ રાજ્યોની ચૂંટણીમાં જીત બાદ પણ બીજેપી માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. અહીં સ્થાનિત નેતાઓ વચ્ચેની ટક્કરને જોતા બીજેપી મુખ્યમંત્રીની જાહેરાત પહેલા ફુંકી ફુંકીને કદમ રાખી રહી છે.
આ જ કારણ છે કે અઠવાડીયા કરતા વધુ સમય થઈ ગયો હોવા છત્તા પણ બીજેપી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકી નથી.

આ તમામ સમાચારો વચ્ચે અહેવાલો આવી રહ્યા છે કે રાજસ્થાનમા વસુંધરા રાજેએ મુખ્યમત્રી પદ માંગ્યુ છે અને જેપી નડ્ડાને ફોન કરીને તેમણે એક વર્ષ આપવા કહ્યું છે.
સૂત્રો અનુસાર, વસુંધરા રાજે સિંધિયાએ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ પાસે તેમને એક વર્ષ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. આ પછી તે પોતે આ પોસ્ટ છોડી દેશે.
જો કે, આ સાથે સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પાર્ટી નેતૃત્વ એ તેમને સ્પીકર બનાવવાની ઓફર કરી છે. સૂત્રો અનુસાર, તેમણે પાર્ટીના તેમને સ્પીકર બનાવવાના પ્રસ્તાવને નકારી દીધો છે.
વસુંધરા રાજેએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સામે પોતાને મુખ્યમંત્રી બનાવવા વિનંતી કરી છે. સાથે જ વસુંધરા રાજેએ ધારાસભ્યોને અલગ-અલગ ન મળવાની સલાહ આપી છે.
જણાવી દઈએ કે, વસુંધરા રાજેએ રવિવારે રાત્રે જેપી નડ્ડા સાથે ફોન પર વાત કરી હતી. પછી નડ્ડાએ તેમને સ્પીકર બનાવવાની ઓફર પણ કરી, જેને વસુંધરાએ ના પાડી દીધી.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 115 સીટો મેળવી હોવા છત્તા પણ હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી. બીજેપીને આશંકા છે કે મુખ્યમંત્રી પદની જાહેરાત બાદ પાર્ટીમાં આંતરિક કલહ વધશે અને તેનું પરિણામ બીજેપીને નુકસાન કરી શકે છે.
આ સ્થિતિમાં બીજેપીએ ત્રણ વરિષ્ઠ નેતાઓને નિરીક્ષક તરીકે રાજસ્થાન મોકલ્યા છે. બીજેપીએ રાજસ્થાન માટે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સાંસદ સરોજ પાંડે અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને નિરીક્ષક બનાવ્યા છે.
પક્ષની ધારાસભ્ય દળની બેઠક મંગળવારે ત્રણ નિરીક્ષકોની હાજરીમાં યોજાવાની છે. મંગળવારે સવારે 10:30 વાગ્યે યોજાનારી આ બેઠકમાં જ રાજસ્થાનના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.
પાર્ટી નેતૃત્વએ નિરીક્ષકોને મુખ્યમંત્રી પદ પર ધારાસભ્યો સાથે વાત કરીને રિપોર્ટ આપવા કહ્યું હતું. બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ આ અહેવાલ પર નિર્ણય લઈને મુખ્યમંત્રીની પસંદગી કરશે.












Click it and Unblock the Notifications
