For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધીની 75મી જયંતિ પર પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

આજે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 75મી જયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને યાદ કર્યા.

|
Google Oneindia Gujarati News

આજે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 75મી જયંતિ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી વાડ્રા, ગુલામ નબી આઝાદ સહિત ઘણા કોંગ્રેસ નેતાઓએ રાજીવ ગાંધીના સમાધિ સ્થળ વીર ભૂમિ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને યાદ કર્યા.

rajiv gandhi

પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, 'આપણા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના જયંતિ પર શ્રદ્ધાંજલિ.' પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ સવારે વીર ભૂમિ જઈને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડા, અહેમદ પટેલ વગેરે ઘણા નેતા વીરભૂમિ પહોંચ્ય અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા.

રાજીવ ગાંધીની 75મી જયંતિ આજે

20 ઓગસ્ટના રોજ જન્મેલા રાજીવ ગાંધી દેશના સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી બન્યા હતા. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલી સામાન્ય ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં કોંગ્રેસે જબરદસ્ત પર્ફોર્મન્સ કર્યુ હતુ અને 401 સીટો પર મોટી જીત મેળવી હતી. રાજીવ ગાંધી રાજકારણમાં આવતા પહેલા એક એરલાઈનમાં પાયલટની નોકરી કરતા હતા. રાજકાણમાં તેમને રસ નહોતો પરંતુ સ઼્થિતિ એવી બની કે તે વિદેશથી ભારત પાછા આવ્યા અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 40 વર્ષન ઉંમરમાં દેશના પ્રધાનમંત્રી બન્યા.

21મે 1991ના રોજ જ્યારે રાજીવ ગાંધી સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા તમિલનાડુના શ્રીપેરંબદુર પહોંચ્યા ત્યારે એક બોમ્બ વિસ્ફોટમાં તેમની હત્યા કરી દેવામાં આવી. રાજીવ ગાંધીનું પ્રારંભિક શિક્ષણ દેહરાદૂનમાં થયુ જ્યારે 1961માં તે લંડન જતા રહ્યા અને ત્યાંના ઈમ્પીરિયલ કોલેજ, કેમ્બ્રીજ યુનિવર્સિટીથી તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ. ત્યારબાદ તે પોતાના મા ઈન્દિરા ગાંધીના પ્રધાનમંત્રી બન્યા બાદ વર્ષ 1966માં ભારત આવ્યા.

આ પણ વાંચોઃ ઈસરોને મળી સફળતા, ચંદ્રયાન-2 એ પાર કરી મુશ્કેલી, પહોંચ્યુ ચંદ્રની કક્ષામાંઆ પણ વાંચોઃ ઈસરોને મળી સફળતા, ચંદ્રયાન-2 એ પાર કરી મુશ્કેલી, પહોંચ્યુ ચંદ્રની કક્ષામાં

English summary
rajiv gandhi 75th birth anniversary, pm modi pays tribute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X