For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધીના હત્યારાઓને સુપ્રીમ કોર્ટની રાહત, પુનર્વિચાર અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 એપ્રિલ: દેશની સર્વોચ્ચ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકાંડના ત્રણ દોષીઓની ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવવાના પોતાના નિર્ણય પર પુનર્વિચાર અરજીને આજે રદ કરી દીધી છે. આ પુનર્વિચાર અરજી કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમ, ન્યાયમુર્તિ રંજન ગોગોઇ અને ન્યાયાધિશ શિવ કીર્તિ સિંહની ત્રણ સભ્યોવાળી ખંડપીઠે જણાવ્યું કે 'અમે પુનર્વિચાર અરજી અને સંલગ્ન દસ્તાવેજોનું સાવધાનીપૂર્વક અવલોકન કર્યું છે. અમને પુનર્વિચાર અરજીમાં કોઇ ગુણવત્તા નથી મળી અને જેથી કરીને આ અરજીને રદ કરવામાં આવે છે.'

સર્વોચ્ચ અદાલતે 18 ફેબ્રુઆરીના રોજ પોતાના નિર્ણયમાં સરકાર દ્વારા દાખલ દયા અરજીઓની પતાવટમાં વિલંબના આધાર પર સંતન, મુરુગન અને પેરારિવલનની મોતની સજાને ઉંમરકેદમાં ફેરવી દીધી હતી. કેન્દ્ર સરકારે પુનર્વિચાર અરજીમાં તર્ક આપવામાં આવ્યું હતું કે ન્યાયાધિશોની પીઠે આ મામલાના ગુણદોષ પર વિચાર કર્યો નથી અને તેઓ આ મામલામાં મૃત્યુની સજાને ઉંમર કેદમાં ફેરવવાના સરકારના અધિકાર ક્ષેત્રમાં ચાલ્યા ગયા.

rajiv gandhi
સરકારે એ પણ દલીલ કરી હતી કે આ મામલે કાયદો અને સંવિધાનના પ્રાવધાનોની વ્યાખ્યાનો મામલો જોડાયેલો હતો. પરંતુ તેમ છતાં પાંચ ન્યાયાધીશોની પીઠ દ્વારા આની પર વિચાર કરવાને બદલે ત્રણ ન્યાયાધીશની પીઠે અધિકાર ક્ષેત્ર વગર જ 18 ફેબ્રુઆરીના રોજ નિર્ણય સુણાવ્યો હતો.

પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણય સ્પષ્ટરીતે ગેરકાયદેસર છે અને આ સર્વોચ્ચ અદાલત દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતો તથા સંવિધાન અને અન્ય કાયદાઓમાના પ્રાવધાનોના આલોકમાં ત્રુટિપૂર્ણ લાગે છે.

English summary
The Supreme Court on Tuesday dismissed Centre’s review petition against commutation of death sentence of three of Rajiv Gandhi’s assassins, Murugan, Santhan and Perarivalan, to life imprisonment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X