For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયંતી નટરાજન: રાજીવ સાથે મિત્રતા રાહુલ સાથે શત્રુતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 જાન્યુઆરી: હાલમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસને જ્યાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સુધારવાની કોશીશ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ પોતાના વરિષ્ઠ નેતાઓના બળવાએ તેમની કોશીશો પર પાણી ફેરવી દીધું છે. તાજી બબાલ જયંતી નટરાજનના રૂપમમાં સામે આવી છે, જેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી તેમના કાર્યોમાં દખલગીરી કરતા હતા, જેના કારણે તેઓ દુ:ખી થઇને પાર્ટી છોડી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે જયંતી નટરાજનનું રાજનીતિ કરિયર, 1980ના દાયકામાં રાજીવ ગાંધીના કારણે શરૂ થયું. તેઓ પહેલી વાર 1986માં રાજ્યસભા માટે પસંદ કરયા. રાજીવ ગાંધીના ગુડ લિસ્ટમાં જયંતી નટરાજનને ગાંધી પરિવારને ખૂબ જ નજીક માનવામાં આવતા હતા પરંતુ રાજીવ ગાંધીના મૃત્યું બાદ તેમની તલ્ખી સોનીયા સાથે વધતી ગઇ અને લગભગ તેનું જ પરિણામ છે કે આજે જયંતી નટરાજને કોંગ્રેસ છોડવાનો નિર્ણય લેવો પડ્યો.

jayanti natrajan
નોંધનીય છે કે 90ના દાયકામાં જયંતી નટરાજનની નારાજગી સામે આવી હતી અને તેમણે તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવની વિરુદ્ધ થઇને પાર્ટી છોડી દીધી હતી. તેમણે જી કે મૂપનારના નેતૃત્વમાં તમિલ માનિલા કોંગ્રેસની સ્થાપના કરી અને 1997માં ટીએમસી સભ્યના રૂપમાં ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. પરંતુ મૂપનારના મોત બાદ ટીએમસીના નેતાઓએ કોંગ્રેસની સાથે મળવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ સોનિયા ગાંધીએ જયંતી નટરાજનને પાર્ટીના પ્રવક્તા બનાવી દીધા.

રાજીવ ગાંધીની ખૂબ જ નીકટ હતી જયંતી નટરાજન
પરંતુ આજે જયંતી નટરાજને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે તેઓ પર્યાવરણ મંત્રી હતા ત્યારે રાહુલ ગાંધી તેમના કામમાં દખલગીરી કરતા હતા. ઘણા મહત્વપૂર્ણ મામલામાં રાહુલ ગાંધી અને તેમના કાર્યાલયથી ઘણા ખાસ અનુરોધ મળ્યા હતા. જયંતી નટરાજને એ પણ જણાવ્યું કે રાહુલ ગાંધી તરફથી તેઓ સતત ઉપેક્ષિત થતા રહ્યા છે. રાહુલ ગાંધીએ ક્યારેય પણ તેમની ઇજ્જત નથી કરી. તેમણે જણાવ્યું કે રાહુલ તરફથી છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલી ઉપેક્ષા અને અપમાને મારા 30 વર્ષના રાજકિય કારકિર્દીને તબાહ કરી દીધી.

English summary
Jayanthi Natarajan quits Congress, slams Rahul Gandhi.Her political career began when she was noticed by Rajiv Gandhi in the 1980s.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X