For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી મૂળના રાજીવ શાહ બની શકે છે ભારતમાં અમેરિકી રાજદૂત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 એપ્રિલ: નેન્સી પોવેલના રાજીનામા બાદ અમેરિકા ભારત સાથે મિત્રતા વધારવા માટે વધુ નક્કર પગલાં ભરવા માંગે છે. આ અનુસંધાને તે ગુજરાતી મૂળના એક અમેરિકીનને ભારતના રાજદૂત બનાવવાની કવાયદ કરી રહી છે.

રાજીવ શાહ અમેરિકન આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી (યૂએસઆઇડી)ના પ્રમુખ છે. તે રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રિય વ્યક્તિઓમાંના એક છે અને તેમને ભારતમાં અમેરિકાના રાજદૂત બનાવવામાં આવી શકે છે. રાજીવ શાહ બરાક ઓબામા કેબિનેટ સભ્ય છે અને તેમણે 31 ડિસેમ્બર 2009માં શપથ લીધી હતી. તેમણે હૈતીના વિનાશકારી ભૂકંપમાં અમેરિકી મદદ કરનાર સરકારી સમિતિની સહ અધ્યક્ષતા કરી હતી. તે અત્યારે બરાક ઓબામા ધ ફ્યૂચર ફૂડ સિક્યોરિટી પહેલના પ્રમુખ છે.

rajiv-shah

રાજીવ શાહ શોધ, શિક્ષા અને અર્થશાસ્ત્રના અંડર સેક્રેટરી હતા. આ ઉપરાંત તે અમેરિકી કૃષિ વિભાગના ચીફ વિજ્ઞાનિક પણ રહી ચૂક્યાં છે. યૂએસએઆઇડીમાં તેમણે નેશનલ ઇન્સ્ટિટૂટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચરની શરૂઆત કરી હતી. તે બિલ ગેટસની પત્ની મિલિંડાના ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલા રહ્યાં.

રાજીવ શાહ ડેટ્રોયટના રહેવાસી છે અને તેમણે યૂનિવર્સિટી ઓફ પેનસિલ્વાનિયા મેડિકલ સ્કુલમાંથી મેડિકલ ડિગ્રી લીધી હતી. તેમણે વ્હાર્ટન સ્કુલ ઓફ બિઝનેસમાંથી હેલ્થ ઇકોનોમિક્સમાં માસ્ટર્સ કર્યું હતું. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ તથા યૂનિવર્સિટી ઓફ મિશિગનમાંથી અભ્યાસ કર્યો હતો.

English summary
With US Ambassador to India Nancy Powell quitting, one of the names being considered as her replacement is Rajiv Shah, head of USAID. Rajiv Shah was Obama’s pick for the job, the highest ranking Indian American in his cabinet and a Gujarati to boot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X