ઉદ્ધવ ઠાકરેને NDAના નવા કન્વીનર બનાવવા હિલચાલ!!!

uddhav-thackeray
મુંબઇ, 21 જૂન : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રમુખ રાજનાથ સિંહે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સંયોજકનું પદ શિવ સેનાના વડા ઉધ્ધવ ઠાકરેને ઓફર કર્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. આ સમાચારથી રાજકીય જૂથોમાં ચર્ચા શરૂ થઇ છે.

રાજનાથે ઉધ્ધવને એમ કહ્યું છે કે શિવસેના ભાજપનું સૌથી જૂનું મિત્ર હોઈ આ પદ તમારે જ લેવું જોઈએ. જો કે સૂત્રોનું કહેવું છે કે આ મુદ્દે ઉધ્ધવે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જેડીયુ સાથે યુતિનો અંત આવ્યા બાદ હવે ઉધ્ધવ એનડીએની આ ઓફરનો સ્વીકાર કરે છે કે કેમ તેની પર સૌની નજર છે.

રાજનાથની આ ઓફર જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેનો નાતો તોડી નાખ્યા બાદ આવી છે. બંને પક્ષ અલગ થયાં એ પહેલાં એનડીએનું કન્વીનર પદ જેડી (યુ)ના વડા શરદ યાદવ પાસે હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની સાથાપનાની 47મી વર્ષગાંઠ પ્રસંગે જાહેરમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી એનડીએ હિન્દુત્વના મુદ્દાને વળગી રહેશે ત્યાં સુધી શિવ સેના એનડીએને સાથ આપવાનું ચાલું રાખશે. માનવામાં આવે છે કે આગામી લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને એનડીએ શિવસેના સાથેનું પોતાનું જોડાણ વધારે મજબૂત બનાવી કોંગ્રેસના પ્રભુત્વવાળા મહારાષ્ટ્રમાં પોતાનું સ્થાન વધારે મજબૂત બનાવવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X