For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની ઘૂસણખોરી પર લોકસભામાં બોલ્યા રાજનાથ સિંહ- વાસ્તવિક સીમા રેખાને લઈ બંને દેશોમાં ભ્રમ

ચીની ઘૂસણખોરી પર લોકસભામાં બોલ્યા રાજનાથ સિંહ- વાસ્તવિક સીમા રેખાને લઈ બંને દેશોમાં ભ્રમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બુધવારે લોકસભામાં ચીની સૈનિકોની ઘૂસણખોરી પર ઉઠેલા એક સવાલના જવાબમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે હા, એવું કેટલીયવાર થઈ જાય ચે કે સીમારેખાને લઈ ભ્રમ છે. રાજનાથ સિંહે કહ્યું કે, એલએસી (લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ)ને લઈ બંને દેશો વચ્ચે કેટલાક ભ્રમ છે. એવમાં સૈનિક પણ કેટલીયવાર સીમા પાર જતા રહે છે. આવું આપણા સૈનિકોથી પણ થઈ જાય છે અને તેઓ પેલે પાર જતા રહે છે, પરંતુ સીમા સુરક્ષાને લઈ હું આખા દેશને આશ્વસ્ત કરવા માંગું છું, બોર્ડર સુરક્ષિત છે.

rajnath singh

બુધવારે લોકસભામાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ સવાલ કર્યો કે ચીની સેનાના ભારતીય ક્ષેત્રમાં આવવાના રિપોર્ટ સતત સામે આવી રહ્યા છે. પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી પર તો આપણું વલણ આક્રમક જોવા મળે છે પરંતુ ચીનને લઈ આપણે ઢીલા પડી જઈએ છીએ. સરકાર સ્પષ્ટ કરે કે ચીનના મામલાને સરકાર નરમાઈથી કેમ લઈ રહી છે.

અધીર રંજન ચૌધરીના સવાલ પર રાજનાથ સિંહે કહ્યું કે, વાસ્તવિક સીમા રેખાને લઈ બંને દેશ વચ્ચે કેટલીય જગ્યાએ સ્થિતિ સ્પષ્ટ નથી. એવામાં ક્યારેક ચીની જવાન આ બાજુ આવી જાય છે તો ક્યારેક આપણા જવાનો પેલી તરફ જતા રહે છે.

ચીનથી નિપટી શકીએઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યું કે સીમા સુરક્ષાને લઈ આપણે કમજોર નથી. કોઈપણ વિવાદને લઈ ચીન સાથે નિપટવા માટે આપણી પાસે મેકેનિઝ્મ હાજર છે અને આપણી સેનાઓ આપણી સેનાઓ કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવામાં સક્ષમ છે.

રાજનાથ સિંહે જણાવ્યું કે બંને દેશોની સેનાઓ વચ્ચે સતત બેઠક થાય છે. જોઈન્ટ સેક્રેટરી લેવલ પર પણ આપણે લોકો વાતચીત કરતા રહીએ છીએ. સરકાર દેશની જરૂરતોને લઈ જાગરુક છે. સીમા પર સુરક્ષાને મજબૂત કરવા માટે એર, એરલ અને રોડ કનેક્ટિવિટી સતત મજબૂત કરી રહી છે. ટનલ્સનું પણ તેજીથી નિર્માણ થઈ રહ્યું છે.

ચિદમ્બરમને જામીન તો મળ્યા પણ આ શરતોનું પાલન ના કર્યું તો ફરી જેલ જવું પડશેચિદમ્બરમને જામીન તો મળ્યા પણ આ શરતોનું પાલન ના કર્યું તો ફરી જેલ જવું પડશે

English summary
Rajnath singh china infiltration in Lok Sabha Adhir Ranjan Chowdhury question
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X