For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોર્ડર પર ટેંશન વચ્ચે રાજનાથે તૈયાર રહેવા વિશેષ આદેશ આપ્યો

ભારત ઘ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન બદલો લેવાનું શોધી રહ્યું છે. આજે સવારે પાકિસ્તાની વિમાનો ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ભારત ઘ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન બદલો લેવાનું શોધી રહ્યું છે. આજે સવારે પાકિસ્તાની વિમાનો ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. ત્યારપછી હવે સ્થિતિ ખુબ જ ગંભીર દેખાઈ રહી છે. આ બધા વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહ નોર્થ બ્લોકમાં એનએસએ અજિત ડોભાલ અને રો ચીફ સાથે હાઈ લેવલ મિટિંગ કરી રહ્યા છે. આ મિટિંગમાં બીજા મોટા અધિકારીઓ પણ હાજર છે. જયારે બીજી બાજુ અજિત ડોભાલે પીએમ મોદીને પણ પરિસ્થિતિ વિશે જાણકારી આપી છે. મળતી જાણકારી અનુસાર પીએમ મોદી જાતે આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. નિર્મલા સીતારમન પણ આ બેઠકનો હિસ્સો હતા.

Rajnath Singh

રાજનાથ સિંહએ અર્ધસૈન્ય દળોના મહાનિર્દેશકો સાથે મુલાકાત કરી. તેમને રાજનાથ સિહને સીમા પર ચાલી રહેલા હાલત વિશે જાણકારી આપી. મળતી માહિતી અનુસાર સીમા પર પુરી તૈયારી અને તાકાતથી તેનાત રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલાને કારણે ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને 15 કરતા પણ વધારે સ્થળે સીઝફાયરનું ઉલ્લંગન કરવાના સમાચાર આવી રહ્યા છે.

આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનનું લડાકુ વિમાન એફ-16 તોડી પાડ્યું, અંદર જઈને માર્યું

પરંતુ ભારતીય સેના ઘ્વારા તેનો જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે. તેમને નિયંત્રણ રેખાની બીજી બાજુ આવેલા પાકિસ્તાનની 5 ચોકીઓ નષ્ટ કરી દીધી છે. આ કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: માહિરા ખાનથી વીણા મલિક સુધી, પાકિસ્તાની કલાકારોએ ઉડાવી ભારતની મજાક

English summary
Home Minister Rajnath Singh Wednesday reviewed the security situation in the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X