પદભાર સંભાળતા પહેલા વૉર મેમોરિયલ જઈ રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી
પદભાર સંભાળતા પહેલા વૉર મેમોરિયલ જઈ રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હીઃ નવા રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ઔપચારિક રૂપે પોતાની જવાબદારી સંભાળશે. નવા પદની સત્તાવાર રીતે જવાબદારી લેતા પહેલા રક્ષા મંત્રી નેશનલ વૉર મેમોરિયલ જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. રક્ષામંત્રીની સાથે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ, નવા ઈન્ડિયન નેવી ચીફ એડમીરલ કરમબીર સિંહ પણ હાજર હતા. પીએમ મોદીએ પણ ગુરુવારે શપથ લેતા પહેલા વૉર મેમોરિયલ જઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વૉર મેમોરિયલનું ઉદ્ઘાટન પીએમ મોદીએ 25 ફેબ્રુઆરીએ કર્યુ્ં છે.

સેનાનું મૉર્ડનાઈઝેશન સૌથી મોટો પડકાર
રાજનાથ સિંહ જે પહેલા ગૃહમંત્રી તરીકે નોર્થ બ્લૉકમાં હતા હવે તેઓ રક્ષામંત્રી બન્યા બાદ તેમનું નવું ઠેકાણું સાઉથ બ્લૉકમાં હશે. સેનાને તેજી મોર્ડનાઈઝ કરવા અને ચીન તથા પાકિસ્તાનથી મળી રહેલ પડકારોથી નિપટવાના તેમના લક્ષ્ય સૌથી ઉપર રહેશે. પીએમ મોદીની સરકારે પહેલા કાર્યકાળમાં રક્ષા ક્ષેત્રમાં પડકારોને નિપટવા માટે કેટલીક ખાસ પહેલ જરૂર કરી હતી પરંતુ હજુ સુધી રક્ષા ક્ષેત્રમાં પડકારોને નિપટવા માટે પહેલ નથી ઈ. એવામાં હવે સૌની નજર નવા રક્ષા મંત્રી પર ટકેલી છે. સૌને ઉમ્મીદ છે કે રક્ષામંત્રી તરીકે રાજનાથ સિંહ રક્ષા ક્ષેત્રે ફાયદો પહોંચાડનાર મહત્વના ફેસલા લેશે. રક્ષામંત્રીને રક્ષા સચિવ સંજય મિત્રાની મદદ મળશે. મિત્રા આ શુક્રવારે પોતાના બે વર્ષના કાર્યકાળ બાદ રિટાયર થનાર હતા પરંતુ હવે તેમનું ટેન્યોર 3 મહિના માટે વધારી દીધું છે. આ ઉપરાંત રક્ષા રાજ્ય મંત્રી તરીકે ગોવાથી ભાજપના નેતા શ્રીપદ વાઈ નાયકની નિયુક્તિ કરવામાં આવી છે. નાયક પૂર્વ રક્ષા રાજ્ય મંત્રી સુભાષ ભામરેની જગ્યા લેશે.
આ પણ વાંચો- નાના વેપારીઓને મળશે 3000 માસિક પેન્શન, કેબિનેટની પહેલી બેઠકમાં આપી મંજૂરી












Click it and Unblock the Notifications
