For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના વેપારીઓને મળશે 3000 માસિક પેન્શન, કેબિનેટની પહેલી બેઠકમાં આપી મંજૂરી

મોદી સરકારના બીજી કાર્યકાળની પહેલી બેઠક શુક્રવારે થઈ. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના બીજી કાર્યકાળની પહેલી બેઠક શુક્રવારે થઈ. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. કેબિનેટે ખેડૂતો માટે પેન્શન સ્કીમને મંજૂરી આપી. આ ઉપરાંત પીએ ખેડૂત યોજનામાં પણ સરકારે નવા ફેરફાર કર્યા. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે નાના વેપારીઓ માટે પેન્શન યોજનાને મંજૂરી આપી. નાના વેપારીઓ માટે લાવવામાં આવેલી સામાજિક સુરક્ષા હેઠળ 60 વર્ષની ઉંમર બાદ નાના વેપારી ઓછામાં ઓછા 3000 માસિક પેન્શનના હકદાર હશે.

pm modi

કોને મળશે ફાયદો?

આ યોજનાનો લાભ નાના વેપારીઓ, રિટેલ વેપારી અને પોતાના નાનો-મોટો વેપાર ચલાવનારા લોકો ઉઠાવી શકશે. જે વેપારીઓની જીએસટી હેઠળ વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયાથી ઓછુ હોય તે આ યોજનાનો લાભ ઉઠાવી શકશે. 60 વર્ષની ઉંમર ઉંમર પાર થયા બાદ વેપારી કે તેના પરિવાર ઓછામાં ઓછા 3000 રૂપિયા માસિક પેન્શનનો હકદાર હશે.

શું છે યોગ્યતા

આ યોજનાનો લાભ ઉઠાવવા માટે 18થી 40 વર્ષની ઉંમરના વેપારીઓને આ યોજનામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે વેપારીઓને પોતાના તરફથી અમુક પૈસા જમા કરાવવાના રહેશે. સરકાર પણ પોતાના તરફથી એટલા જ પૈસા વેપારીના ખાતામાં જમા કરાવશે. વેપારીને આના માટે દેશભરમાં ફેલાવવા 3.25 લાખ કૉમન સર્વિસ કેન્દ્રો દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ દેશભરમાંથી લગભગ 3 કરોડ નાના વેપારીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ અમેરિકાના વર્જીનિયામાં ગોળીબાર, 11ના મોત, 6 ઘાયલઆ પણ વાંચોઃ અમેરિકાના વર્જીનિયામાં ગોળીબાર, 11ના મોત, 6 ઘાયલ

English summary
Union Cabinet has cleared pension scheme for trader
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X