પુત્રની લાંચની અફવા મુદ્દે બોલ્યા રાજનાથ, 'આરોપ સાબિત થયો તો રાજકારણ છોડી દઇશ'
નવી દિલ્હી, 27 ઓગષ્ટ: કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ પોતાના પુત્ર પંકજ સિંહના લાંચના સમાચારને લઇને પોતાના એક સાથી મંત્રીથી ખૂબ જ નારાજ છે. આ મુદ્દાએ એટલું જોર પકડ્યું છે કે આજે રાજનાથ સિંહે તેને લઇને મીડિયામાં નિવેદન આપ્યું તો પીએમઓએ તેના પર સ્પષ્ટતા આપી.
મીડિયામાં પોતાની વાત રાખતાં પહેલાં રાજનાથ સિંહે ભાજપ અને આરએસએસની સામે પણ પોતાની વાત રજૂ કરી. પૂર્વ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની આ નારાજગી તેમના પુત્ર પંકજ સિંહને બદનામ કરવાને લઇને છે.
ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર રાજનાથ સિંહના એક સહયોગી મંત્રી તેમના પુત્રને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યાં છે અને તેમના પુત્ર વિરૂદ્ધ ખોટી અને પાયાવિહોણી વાતો ફેલાવી રહ્યાં છે. જો કે તેમના પોતાના સહયોગી મંત્રીએ પણ અત્યાર સુધી તેના વિશે કોઇપણ વાત કરી નથી.
રાજનાથ સિંહે આજે તેના પર સ્પષ્ટતા આપતાં કહ્યું કે આ તેમના પરિવાર વિરૂદ્ધ અફવા છે. રાજનાથ સિંહે કહ્યું કે તેમણે પીએમ અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરી છે અને બંનેને આ વાત પર આશ્વર્ય વ્યક્ત કર્યું છે અને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જો આ આરોપ સાબિત થશે તો તે દિવસથી હું રાજકારણ છોડીને ઘરે બેસી જઇશ. તેમણે કહ્યું હતું કે જો મારા પર અને મારા પરિવાર પર કોઇપણ આરોપ પ્રથમ દ્રષ્ટિએ સિદ્ધ થયા તો હું રાજકારણ અને સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લઇ લઇશ.

પીએમઓ દ્વારા સ્પષ્ટતા
રાજનાથ સિંહે સંઘમાં કોઇપણ સાથે આ મુદ્દે પર વાત કરવા અંગે મનાઇ કરી દિધી. આ મુદ્દે પીએમઓએ પોતાની તરફથી સ્પષ્ટતા આપી છે અને આખા વિવાદને ખોટો ગણાવી દિધો છે.

છબિ ખરાબ કરવાનો પ્રયત્ન
પીએમઓએ પોતાની પ્રેસ રિલીજમાં આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ગૃહમંત્રીના પુત્રની ચર્ચા ખોટી છે. સરકારની છબિ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પીએમઓએ કહ્યું કે અફવા ફેલાવવામાં જે લોકો સામેલ છે તે દેશ હિતને નુકશાન પહોંચાડી રહ્યાં છે.

પોસ્ટિંગ માટે પૈસા
થોડા અઠવાડિયા પહેલાં સમાચાર આવ્યા હતા કે ગૃહમંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને પીએમ નરેન્દ્ર મોદીના રાજકીય વર્તુળમાં પોતાની ખોટા રાજકીય આચરણના લીધે હટાવી દેવામાં આવ્યા છે. એવી અફવા હતી કે પીએમ મોદીને આ વાતની જાણકારે મળી હતી કે કોઇ કેન્દ્રિય મંત્રીના સંબંધીએ કોઇનું કામ કરવવા માટે પૈસા લીધા હતા અને કેન્દ્રિય મંત્રીના તે સંબંધી રાજનાથ સિંહનો પુત્ર પંકજ સિંહ હતો. ચર્ચા હતી કે તેમના પુત્રએ પોસ્ટિંગની ભલામણ કરી હતી.

રાજનાથ સિંહ નારાજ
પરંતુ રાજનાથ સિંહે આ વાતોને નકારી કાઢી છે અને કહ્યું હતું કે આ બધુ તેમના પુત્રને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાને જોતાં લાગે છે કે થોડા મહિના પહેલાં સત્તામાં આવેલી ભાજપમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. રાજનાથ સિંહ આ વાતથી ખૂબ જ નારાજ છે. તેમણે તેના માટે જવાબદાર પોતાના જ એક પ્રતિદ્રંદ્રીને ગણાવ્યા છે. આ બધુ રાજનાથ સિંહને લોકસભામાં ડેપ્યુટી લીડર બનાવ્યા બાદ થયું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
