બે વડાપ્રધાનની માંગ કરનારાઓને રાજનાથ સિંહે ચતવણી આપી

બે વડાપ્રધાનની માંગ કરનારાઓને રાજનાથ સિંહે ચતવણી આપી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની માંગણી પર ચેતવણી આપી છે. રાજનાથ સિંહે ચેતવણી આપતા કહ્યું કે જો જમ્મુ અને કાશ્મીર માટે અલગથી વડાપ્રધાનની માંગણી કરવામાં આવે છે તો સરકાર પાસે અનુચ્છેદ 370 અને 35એ હટાવવા સિવાય કોઈ વિકલ્બ નહિ બચે. જણાવી દઈએ કે સંવિધાનની આ બંને અનુચ્છેદ જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે અને અહીં બહારના લોકોને જમીન ખરીદવા પર પાબંદી લગાવે છે.

ઓમર અબ્દુલ્લાએ માંગણી કરી હતી

ઓમર અબ્દુલ્લાએ માંગણી કરી હતી

જણાવી દઈએ કે હાલમાં જ નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેઓ જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તાનો પ્રયાસ કરશે, જેથી અહીં અલગથી સદર એ રિયાસત એટલે કે રાષ્ટ્રપતિ અને વજીર એ આજમ એટલે કે વડાપ્રધાન બની શકે. અબ્દુલ્લાના આ નિવેદન પર પ્રહાર બોલતા રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીરને સુચેતગઢની એક રેલીમાં કહ્યું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનુચ્છેદ 370 અને 35 એને હટાવવાની વાત કહી છે. જો કોઈ પણ અલગથી વડાપ્રધાનની માંગ કરે છે તો અમારી પાસે આ અનુચ્છેદ હટાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહિ બચે. તેમણે કોંગ્રેસને કહ્યું કે તેઓ ઓમર અબ્દુલ્લાના નિવેદન પર પોતાનું વલણ સ્પષ્ટ કરે કેમ કે નેશનલ કોંગ્રેસ સાથે તેમનું ગઠબંધન છે.

બે વડાપ્રધાનની માંગણી

બે વડાપ્રધાનની માંગણી

જણાવી દઈએ કે બાંદિપોરમાં એક રેલીને સંબોધિત કરતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે જે લોકો જમ્મુ અને કાશ્મીરના વિશેષ અધિકારને ખતમ કરવાની વાત કરી રહ્યા છે અને જમ્મુ અને કાશ્મીરના વિલયની શર્તોને બદલવા માંગે છે, તેમને જણાવી દેવા માંગું છું કે અમે જમ્મુ અને કાશ્મીરની ઓળખને સુરક્ષિત રાખવા માટે ભારતમાં વિલય સમયે કેટલીક શરતો રાખી હતી. તે સમયે અમે સદર એ રિયાસત અને વઝીર એ આઝમની માંગણી રાખી હતી, અમારી પાર્ટી ફરી એકવાર આ માંગણી આગળ વધારશે.

પીએમ મોદીએ પણ કર્યો પ્રહાર

પીએમ મોદીએ પણ કર્યો પ્રહાર

ઓમર અબ્દુલ્લાના આ નિવેદનની ભારે આલોચના થઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ અબ્દુલ્લાના નિવેદનની આલોચના કરતા કહ્યું હતું કે તેઓ કહે છે કે અમે સમયનું ચક્ર બદલશું અને ફરી એકવાર 195ની સ્થિતિ પેદા કરશું અને બે વડાપ્રધાનની માંગ કરશું. કોંગ્રેસે આના પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ કે આખરે કેવી રીતે બે વડાપ્રધાનની માંગણી કરી શકે છે. પોતાના નિવેદનને લઈ ઓમર અબ્દુલ્લા ગૌતમ ગંભીર સાથે ટ્વિટર પર ભડકી ઉઠ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X