'મોદી દમદાર અને લોકપ્રિય નેતા છે એમાં કોઇ બેમત નથી'

rajnathsingh
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ રાજનાથસિંહે પત્રકાર પરિષદને સંબોધતા ઘણીબધી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ પીએમ પદના ઘમાસણ અંગે કરાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ચોક્કસ દમદાર અને લોકપ્રિય નેતા છે એમાં કોઇ બેમત નથી.

રાજનાથ સિંહને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે શું તેમની પાર્ટી મહાકુંભમાં સાધુ-સંતો અને સંઘ સાથે મળીને પીએમ પદના ઉમેદવાર માટે મોદીના નામ પર મંથન કરી શકે છે. ત્યારે તેમણે નરેન્દ્ર મોદી પણ પક્ષના દમદાર અને લોકપ્રિય નેતા છે તેમાં કોઇ બેમત નથી. મોદીની લોકપ્રિયતા દેશના ખુણે ખુણે પ્રસરેલી છે જે સારી બાબત છે. જોકે તેમણે જવાબને ટાળી દીધો હતો.

રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો 2014માં ભારે બહુમતીથી વિજય થવાનો છે. અને એનડીએ સરકાર બનાવવામાં જે પણ પાર્ટીઓનું યોગદાન હશે તેમની પણ બરાબરની ભાગીદારી રહેશે.

રાજનાથ સિંહે ભારત-પાકિસ્તાનના સંબંધ અંગે બોલતા કહ્યું કે 'જ્યારે એનડીએની સરકારમાં અટલ બિહારી વાજપેઇ પ્રધાનમંત્રી હતા ત્યારે જનરલ પરવેજ મુશર્રફે એ કહેવા પર મજબૂર થવું પડ્યું હતું કે તેમના દેશમાં કોઇપણ આતંકવાદી સંગઠનને અથવા પ્રવૃત્તિને ચલાવી લેવામાં નહી આવે. એવી જ રીતે આ વખતે પણ એનડીએ સરકાર બનાવવશે અને ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X