Rajouri Encounter : સેનાના 2 જવાન શહીદ, ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ

Rajouri Encounter : જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં શુક્રવારે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન આતંકવાદીઓએ વિસ્ફોટક ઉપકરણને ટ્રિગર કર્યા બાદ, બે સૈનિકો માર્યા ગયા, અને એક અધિકારી સહિત ચાર અન્ય ઘાયલ થયા હતા.

સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ એ જ જૂથના છે, જેમણે 20 એપ્રિલના રોજ આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ સૈનિકો શહિદ થયા હતા અને એક જવાન ઘાયલ થયો હતો.

Rajouri Encounter

ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર ખડકાળ અને ઢાળવાળી ખડકો સાથે ગીચ વનસ્પતિ છે. રાજૌરી સેક્ટરના કાંડી જંગલમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક સર્ચ ટીમે ગુફામાં પ્રવેશેલા આતંકવાદીઓના જૂથ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો.

સેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘાયલ જવાનોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સાથે આસપાસના વિસ્તારોમાંથી વધારાની ટીમોને એન્કાઉન્ટરના સ્થળ પર મોકલવામાં આવી છે.

ઘટનાના પ્રાથમિક અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં આતંકવાદીઓનું એક જૂથ છૂપાયેલું છે. આ આતંકવાદીઓના જૂથમાં જાનહાનિ થવાની શક્યતા છે, તેમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન, રાજૌરી જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

ગુરુવારના રોજ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજભેરા વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જે દરમિયાન એક પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા થઈ હતી.

જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજભેરા વિસ્તારમાં ગુરુવારની સાંજે શંકાસ્પદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મીને સામાન્ય ઈજા થઈ હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X