કેજરીવાલની વિરુધ્ધ ચૂંટણી લડવા માંગે છે રાખી સાવંત

નવી દિલ્હી, 9 માર્ચ : પોતાના આડા અવડા નિવેદનોથી હંમેશા મીડિયામાં ચર્ચાનો વિષય બની રહેલી બોલિવુડની આઇટમ ગર્લ રાખી સાવંત આમ આદમી પાર્ટીના સંસ્થાપક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિરૂધ્ધ લોકસબા ચૂંટણી લડવા માગે છે. અત્રે નોંધનીય છે કે કેટલાંક દિવસો પહેલા રાખી સાવંત કોઇ આમંત્રણ વગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચી ગઇ હતી. રાખી સાવંતે ખુદને ભાજપાની દિકરી ગણાવતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે. વગર બોલાવ્યે રાખી સાવંતના ભાજપ કાર્યાલય પહોંચી જવાથી પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ ભાવુક બની ગયા હતા.

તે સમયે રાખીએ જણાવ્યું હતું કે ચૂંટણી લડવાનો તેમનો કોઇ ઇરાદો નથી પરંતુ હવે રાખી સાવંતે કહ્યું છે કે જો પાર્ટી તેમને તક આપે છે તો હું કોઇ પણ સંસદીય ક્ષેત્રથી કેજરીવાલની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે તૈયાર છું. રાખી સાવંતે જણાવ્યું કે આવનાર ચાર મહીના માટે મેં તમામ શૂટિંગ કાર્યક્રમ રદ કરી દીધા છે. આ દરમિયાન મોદીને વડાપ્રદાન બનાવવા માટે ભાજપ તરફથી પ્રચાર કરશે. રાખી સાવંતે જણાવ્યું કે કેજરીવાલ તો મોદીના નખ બરાબર પણ નથી.

rakhi
દિલ્હીમાં નિષ્ફળ ગયા બાદ કેજરીવાલ માત્ર રાજકીય ધધીંગ કરી રહ્યા છે. તેમણે લોકોનું હૃદય તોડ્યું છે. તેના માટે તેમને દંડ મળવો જોઇએ. રાખીએ જણાવ્યું કે કેજરીવાલને માત્ર કેમેરાથી જદ પ્રેમ છે. તેઓ મારી વિરુધ્ધ ચૂંટણી લડીને બતાવે. તેમને વાસ્તવિકતાની ખબર પડી જશે, કારણ કે મીડિયા મને તેમના કરતા વધારે પ્રેમ કરે છે.

Did You Know: રાખી સાવંતના પિતા મહારાષ્ટ્રમાં પોલીસ કોંસ્ટેબલ હતા. રાખીએ વિલે પાર્લેમાં સ્થિત ગોકિલાબાઇ હાઇ સ્કુલમાં અભ્યાસ કર્યો આગળ જઇને મીઠીબાઇ કોલેજમાં દાખલો લીધો. તે ફિલ્મ નિર્દેશક રાકેશ સાવંત અને પૂર્વ અભિનેત્રી ઉષા સાવંતની બહેન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X