રામકિશને કરી હતી પોતાના ગામની કાયાપલટ, મળ્યુ હતુ રાષ્ટ્રપતિ સમ્માન

Subscribe to Oneindia News

બુધવારે દિલ્હીમાં વન રેંક વન પેંશનની માંગને કારણે આત્મહત્યા કરનારા રામકિશન પોતાના ગામ માટે કોઇ હીરોથી કમ નહોતા. તેમના કામો માટે તેમને રાષ્ટ્રપતિ સમ્માન પણ મળ્યુ હતુ.

ramkishan

સેનામાંથી રિટાયર થયા બાદ બન્યા હતા ગામના સરપંચ


2004 માં 28 વર્ષની નોકરી બાદ સેનામાંથી રિટાયર થયા બાદ રામકિશન પોતાના ગામ બામલા આવ્યા હતા. બામલા આવતા જ તેમણે ગામની સમસ્યાઓને અધિકારીઓ સામે લાવવાનું શરુ કરી દીધુ હતુ. રામકિશનની સક્રિયતા જોઇને તેમને સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સરપંચ બન્યા બાદ રામકિશન ગ્રેવાલે જે કામો કર્યા તેનાથી ગામની તસવીર જ બદલાઇ ગઇ. રામકિશને પોતાની કોશિશોથી ગામમાં છોકરીઓ માટે અલગ સ્કૂલ ખોલાવી. તેમના દીકરાએ જણાવ્યુ કે તેમણે અધિકારીઓ સાથી લડીને છોકરીઓ માટે 12 માં ધોરણ સુધીની સ્કૂલ બનાવડાવી. રામકિશને ગામમાં પાણી અને સફાઇની સમસ્યા પર કામ કર્યુ.

ramkishan 3

તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે આપ્યુ હતુ પુરસ્કાર

2008 માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તેમને નિર્મલ ગ્રામ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. નિર્મલ ગામોમાં બામલા હરિયાણામાં પહેલા નંબરે આવ્યુ હતુ. તમને જણાવી દઇએ કે નિર્મલ ગ્રામ પુરસ્કાર ભારત સરકારે 2003 માં શરુ કર્યો હતો અને આ પુરસ્કાર એક્દમ સ્વચ્છ અને ખુલ્લા શૌચાલયોથી મુક્ત ગામોને આપવામાં આવે છે.

ramkishan 4

જંતર મંતર પર ધરણામાં લીધો ભાગ

રામકિશનને પોતાના સામાજિક કામો માટે શંકરદયાળ શર્મા એવોર્ડ પણ મળ્યો છે. તેમને 21માં આર્મી સ્ટાફ હેડ જનરલ નિર્મલ ચંદ્ર વિજ તરફથી પણ પ્રોત્સાહન પત્ર મળ્યો હતો. ગામ લોકો જણાવે છે કે તેમણે સરપંચ બન્યા બાદ ગામની કાયાપલટ કરી. ગયા વર્ષે રામકિશને જંતરમંતર પર પૂર્વ સૈનિકોમા વન રેંક વન પેંશન માટે કરવામાં આવેલ ધરણામાં પણ ભાગ લીધો હતો.

vksingh

રામકિશનની માનસિક સ્થિતિ પર સવાલ

હરિયાણાના ભિવાનીના બામલા ગામના રહેવાસી 70 વર્ષના રામકિશને બુધવારે મોતને વહાલુ કરી લીધુ. રામકિશન ગ્રેવાલે મરતા પહેલા આને સૈનિકો માટે એક મહત્વનુ પગલુ ગણાવ્યુ. કેન્દ્રીય મંત્રી વી કે સિંહે કહ્યું કે મરનારની માનસિક સ્થિતિ સારી હતી કે નહિ તે તપાસ બાદ ખબર પડે. રામકિશનની માનસિક સ્થિતિ પર ઉઠેલ સવાલ તેમના ગામલોકોને ખરેખર ખૂંચી રહ્યા હશે.

English summary
Ram Kishan Grewal A man who changed the face of his village
Please Wait while comments are loading...